ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી

January 26, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદવાની ધમકી આપી હતી. પીએમ માર્ક કાર્ને આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમનું આ પગલું આંતરરાષ્ટ્રીય વેપાર પર વધુ પડતા નિર્ભરતાને બદલે સ્વ-નિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે.

કેનેડાના પીએમ માર્ક કાર્નેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. તેમણે કહ્યુ હતુ કે, કેનેડાની અર્થવ્યવસ્થા હાલમાં વિદેશથી ખતરામાં છે. કેનેડાના લોકોએ વિકલ્પ પસંદ કર્યો છે. આપણે જે પસંદગીઓને નિયંત્રિત કરી શકીએ છીએ. તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. કેનેડાની નવી સરકાર તેની નવી બાય કેનેડિયન નીતિ સાથે પણ આવું જ કરી રહી છે. અમે મોટા પાયે બાંધકામ કરવાના મિશન પર છીએ. આમાં લાખો ઘરો બનાવવાનો સમાવેશ થાય છે જે સસ્તા આવાસની ખાતરી કરશે. મોટા પ્રોજેક્ટ્સ જે આપણી અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવશે અને નવા લશ્કરી સાધનો જે કેનેડિયનો અને આપણી સાર્વભૌમત્વનું રક્ષણ કરશે.