કેનેડાના નકલી વિઝા પેકેજનું કૌભાંડ:FIFA વર્લ્ડ કપ જોવા જવાની સાથે નોકરીની તક, સો.મીડિયા પર વીડિયો વાઈરલ, કેનેડા સરકારે લોકોને ચેતવ્યા
February 03, 2026
ટોરોન્ટો : વર્ષ 2026માં ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કેનેડા, મેક્સિકો, મોરોક્કો અને અમેરિકામાં થવા જઈ રહ્યું છે. વિદેશ જઈને પોતાના મનપસંદ સ્ટાર્સને વર્લ્ડ કપમાં રમતા જોવાની ઈચ્છા ઘણા લોકો ધરાવે છે. જેનો ફાયદો ઉઠાવીને ઈમિગ્રેશન એજન્ટો પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે.
ફૂટબોલ વર્લ્ડ કપ જોવાની સાથે કેનેડામાં રહેવા અને કામ કરવાની લાલચ આપીને પંજાબમાં છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલો ધ્યાને આવ્યા બાદ કેનેડા સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. પંજાબના કેટલાક ભ્રષ્ટ એજન્ટોએ કેનેડામાં સરળતાથી પ્રવેશની લાલચ આપીને 'વિશેષ વિઝા પેકેજ' તૈયાર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિઝામાં માત્ર રમત જોવાની જ નહીં, પરંતુ કેનેડામાં વિઝિટર વિઝા પર કામ કરવાની પણ છૂટ મળશે.
ચંદીગઢના એક ટ્રાવેલ એજન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પંજાબી ભાષામાં પોસ્ટ કરવામાં આવી કે, 'જેઓ લાંબા સમયથી કેનેડામાં કાયમી રહેવા માંગે છે, તેમના માટે આ સુવર્ણ તક છે.' તે એજન્ટનો દાવો હતો કે, 'કેનેડાએ નવી પબ્લિક પોલિસી જાહેર કરી છે. જે મુજબ જે લોકો ફીફા વર્લ્ડ કપ જોવા જઈ રહ્યા છે, તેઓ વિઝિટર વિઝા પર કામ પણ કરી શકે છે.' તેનો અર્થ એ છે કે વર્લ્ડ કપના બહાને લોકોને કેનેડામાં કાયમી વસવાટ કરવાની લાલચ આપવામાં આવી રહી છે.
આ મુદ્દો સામે આવતા જ કેનેડાનું ઈમિગ્રેશન વિભાગ સક્રિય થયું છે. ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) એ નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે કોઈપણ વિશેષ FIFA વર્લ્ડ કપ વિઝાની વ્યવસ્થા નથી. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, 'જો તમે ફૂટબોલ ફેન તરીકે વર્લ્ડ કપ જોવા કેનેડા આવવા માંગતા હોવ, તો તમારે પ્રવાસી (Tourist) તરીકે જ દેશમાં આવવું પડશે.' આ માટે સ્ટાન્ડર્ડ વિઝિટર વિઝા અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (eTA) ની જરૂર પડશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે કેનેડામાં એક ખાસ વિઝા છે, પરંતુ તે માત્ર FIFA કર્મચારીઓ અને ખાસ આમંત્રિતો માટે જ છે, સામાન્ય નાગરિકો માટે નથી. રમત જોવા કે મુસાફરી કરવા માટે કેનેડા જવા ઈચ્છતા લોકોએ પ્રવાસન (Tourist) વિઝા માટે જ અરજી કરવી પડશે. વિઝા સંબંધિત કોઈપણ દસ્તાવેજમાં છેતરપિંડી જણાશે તો તે એજન્ટને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ચેતવણી કેનેડા સરકારે આપી છે.
ઉલ્લેખનીય છે કે, કેનેડામાં 11 થી 19 જૂન 2026 વચ્ચે ટોરોન્ટો અને વેનકુવરમાં વર્લ્ડ કપની 13 મેચો રમાશે. જેમાં જર્મની, ક્રોએશિયા અને બેલ્જિયમ સહિત 12 ટીમો ભાગ લેશે.
Related Articles
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનરની ધરપકડ
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમા...
Aug 13, 2026
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારતીયોને ઘરભેગા કર્યા, હજુ 7669 સામે લટકતી તલવાર
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારત...
Aug 13, 2026
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા...
Aug 10, 2026
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાનો ટેરિફ ઝીંકી 100 વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો!
ટ્રમ્પનો કેનેડા પર પ્રહાર: 50 ટકા વધારાન...
Jul 21, 2026
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અવકાશી ઘટનાનું રહસ્ય ખૂલ્યું
કેનેડામાં ગૂગલ મેપથી 39 કરોડ વર્ષ જૂની અ...
Jul 18, 2026
Trending NEWS
17 August, 2026
17 August, 2026
17 August, 2026
17 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026
15 August, 2026