કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીએ ભારત, બંને દેશો વચ્ચે 5 મોટી ડીલ્સની શક્યતા
February 24, 2026
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ જ મહિને દિલ્હી પહોંચશે. આ મુલાકાત એવા સમયે અત્યંત મહત્વની માનવામાં આવે છે જ્યારે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને વેપારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્ની મળીને બંને દેશોના સંબંધોનું 'રીસેટ બટન' દબાવશે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા વચ્ચે જે ખટાશ અને કડવાશ પેદા થઈ હતી, તે હવે મિત્રતામાં પરિણમે તેવી શક્યતા છે. નિષ્ણાતોનું મંતવ્ય છે કે, કાર્નીના આ પગલાથી ભારતના ડિફેન્સ (રક્ષણ) અને ટેકનોલોજી સેક્ટર માટે પ્રગતિના નવા દ્વારા ખુલી શકે છે.
માર્ક કાર્ની 26 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2026 સુધી ઇન્ડો-પેસિફિક પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ 26 ફેબ્રુઆરીએ ભારત આવશે. તેઓ પોતાની ભારત મુલાકાતની શરૂઆત મુંબઈથી કરશે. જ્યાં તેઓ દેશના મોટા બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. તેમનો હેતુ કેનેડામાં ભારતીય રોકાણને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશોની કંપનીઓ વચ્ચે ભાગીદારી મજબૂત કરવાનો રહેશે. ત્યારબાદ તેઓ નવી દિલ્હી પહોંચશે, જ્યાં વડાપ્રધાન મોદી સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થશે.
બંને દેશો વચ્ચે આ 5 મુદ્દાઓ પર થઈ શકે છે ડીલ
- યુરેનિયમ અને ન્યુક્લિયર એનર્જી ડીલ
- CEPA: મહા-વેપાર સમજૂતી
- ક્લીન એનર્જી અને ક્રિટિકલ મિનરલ્સ
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી
- ટેલેન્ટ મોબિલિટી
Related Articles
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો
કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પ...
Aug 27, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026