1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન
March 08, 2026
વાઘા સેક્ટરમાં દુશ્મનોના હુમલા વચ્ચે બજાવી હતી ફરજ
કોટ્ટાયમ : કેરળના કોટ્ટાયમમાં રહેતા અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના બહાદુર સૈનિક લાન્સ હવાલદાર (નિવૃત્ત) કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે સવારે ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમણે પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ફેબ્રુઆરી 1931માં જન્મેલા જ્યોર્જે યુદ્ધ દરમિયાન ભારતીય સેનામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય સેનાની કોર્પ્સ ઓફ સિગ્નલ્સ યુનિટમાં તૈનાત કે.જી. જ્યોર્જે 1965ના યુદ્ધમાં અદમ્ય સાહસનો પરિચય આપ્યો હતો. 6થી 10 સપ્ટેમ્બર 1965 દરમિયાન વાઘા સેક્ટરમાં દુશ્મન દેશ દ્વારા સતત ગોળીબાર અને હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. આ ભયાનક સ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું અને ક્ષતિગ્રસ્ત થયેલી કોમ્યુનિકેશન લાઈનોને વારંવાર રીપેર કરી હતી. 8 અને 9 સપ્ટેમ્બરની રાત્રે ભારે હુમલા વચ્ચે તેમણે પોતાના જીવના જોખમે બ્રિગેડ હેડક્વાર્ટર અને સરહદ પર તૈનાત બટાલિયન વચ્ચે સંપર્ક સ્થાપિત કર્યો હતો. આ બહાદુરી માટે તેમને પ્રતિષ્ઠિત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Related Articles
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા, થરૂરે પણ આપ્યો વળતો જવાબ
મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્...
Jun 21, 2026
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ
તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65...
Jun 21, 2026
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની...
Jun 20, 2026
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર...
Jun 20, 2026
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ...
Jun 20, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026