કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
January 17, 2026
બેઇજિંગ : અમેરિકાથી અલગ જઇને કેનેડાએ કેનેડિયન કૃષિ ઉત્પાદનો પર ઓછા ટેરિફનાં બદલામાં ચીનની ઇલેક્ટ્રિક કારો પર પોતાનો ૧૦૦ ટકા ટેરિફ ઘટાડવા સંમતિ દર્શાવી છે તેમ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
કાર્નીએ ચીનનાં નેતાઓ સાથે બે દિવસની બેઠક પછી આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેનેડાને ચીનનાં ઇલેક્ટ્રિક વાહનોની આયાત પર શરૃઆતમાં ૪૯૦૦૦ વાહનોની મર્યાદા હશે. જે પાંચ વર્ષમાં વધીને ૭૦,૦૦૦ થઇ જશે.
તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ચીન કેનેડિયન નિકાસના મુખ્ય કેનેડિયન કેનોલા બીજ પરના ટેરિફને લગભગ ૮૪ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરશે.
કાર્નેએ બેઇજિંગ પાર્કમાં પરંપરાગત પેવેલિયન અને થીજી ગયેલા તળાવની પૃષ્ઠભૂમિ સામે બોલતા જણાવ્યું હતું કે આ બે દિવસ ઐતિહાસિક અને ઉત્પાદક રહ્યાં છે.
શુક્રવારે કાર્ની અને ચીનનાં પ્રમુખ જીનપિંગે વર્ષોેની કડવાશ પછી તેમના બે રાષ્ટ્રો વચ્ચેનાં સંબધો સુધારવાનું વચન આપ્યું હતું.
ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે યોજાયેલી એક બેઠકમાં જિનપિંગે કાર્નીને જણાવ્યું હતું કે તે સંબધ સુધારવા કામ કરવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયામાં પ્રાદેશિક આર્થિક પરિષદની પછી ઓક્ટોબરમાં જિનપિંગ અને કાર્ની વચ્ચે પ્રારંભિક બેઠક થઇ ત્યાર પછી સહકાર પુનઃસ્થાપિત કરવા અને ફરી શરૃ કરવા પર મંત્રણા ચાલી રહી છે.
આઠ વર્ષમાં ચીનની મુલાકાત લેનારા પ્રથમ કેનેડિયન વડાપ્રધાન કાર્નીએ જણાવ્યું હતું કે સારા સંબધો વૈશ્વિક શાસન વ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે.
Related Articles
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન મસ્ક, ભારતીય મૂળના વ્યક્તિનું થયું હતું દુઃખદ મોત
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન...
Dec 29, 2025
ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત, જાણો મામલો
ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20...
Dec 26, 2025
કેનેડા, અમેરિકા, અને બ્રિટનમાં H3N1નો કહેર, સૌથી વધુ દર્દીઓ 19 વર્ષથી નાની વયના
કેનેડા, અમેરિકા, અને બ્રિટનમાં H3N1નો ક...
Dec 20, 2025
કેનેડામાં પાંચ ગુજરાતીની ધરપકડ, એમેઝોનનું રૂ. 17 કરોડનું ફૂલેકું ફેરવ્યું
કેનેડામાં પાંચ ગુજરાતીની ધરપકડ, એમેઝોનનુ...
Dec 18, 2025
Trending NEWS
15 January, 2026
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026