ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધતાં કાશ્મીરમાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ
March 03, 2026
શ્રીનગરઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે અશાંતિ ફેલાવી રહ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અને શિયા સમુદાયના ધાર્મિક વડા આયાતુલ્લા અલી ખામેનેઈ મોત બાદ વિશ્વના અનેક ઇસ્લામિક દેશોમાં આક્રોશ ફાટ્યો છે. આ પરિસ્થિતિની અસર હવે ભારતમાં જોવા મળી છે. શ્રીનગરમાં હિંસક પ્રદર્શનો પછી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની સાથે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સોમવારે સતત બીજા દિવસે પણ ખીણમાં જનજીવન ખોરવાયેલું જોવા મળ્યું હતું. પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને અવગણીને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રીનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસા રોકવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હોવાના પણ સમાચાર છે.
વધતા તણાવને જોતા વહીવટીતંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. અફવાઓ ફેલાતી અટકાવવા માટે ઈન્ટરનેટની સ્પીડ પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. શ્રીનગરના લાલચોક, આલમગરી બજાર અને બડગામ જેવા શિયા બહુલ વિસ્તારોમાં અવરજવર પર સખત પ્રતિબંધો લગાવ્યા છે. બજારો, કચેરીઓ અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Related Articles
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો ભાવવધારો, ખાનગી કંપની નાયરા એનર્જીનો નિર્ણય
મોંઘવારીનો ડામ: પેટ્રોલમાં ₹5 અને ડીઝલમા...
Oct 03, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026