ખામેનેઈની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ઃરશિયા
March 01, 2026
મિલિટ્રી ઓપરેશન રોકી દેવામાં આવે: ચીન
ન્યુ યોર્ક ઃ અમેરિકા અને ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. મિડલ ઈસ્ટ હાલ બોમ્બ-ધડાકાથી ગુંજી રહ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, 'ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના માપદંડનું ખુલ્લુ ઉલ્લંઘન છે. ચીન તેના વિરુદ્ધમાં છે અને હુમલાની ઘોર નિંદા કરે છે.
વધુમાં ચીની પ્રવક્તાએ અપીલ કરી કે, 'અમે મિલિટ્રી ઓપરેશનને તાત્કાલિક રોકવા, તણાવપૂર્ણ સ્થિતિને આગળ વધતી રોકવા, તેમજ મધ્ય પૂર્વ અને દુનિયામાં શાંતિ અને સ્થિરતા બની રહે તેવા સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ કરીએ છીએ'
બીજી તરફ ઈરાન રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પજશકિયાને ખામેનેઈની હત્યાને મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધની ઘોષણા ગણાવતા કહ્યું છે કે સૌથી મોટા રાજકીય અને ધાર્મિક નેતાની હત્યા શિયા સમુદાય સામે ખુલ્લી લડાઈ છે. તેનો બદલો લેવાનો ઈરાનનો કાયદાકીય અધિકાર છે.
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અમેરિકા ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના 40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.
Related Articles
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
Trending NEWS
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026