આયતુલ્લા અલીરેઝા અરાફી ઈરાનના વચગાળાના 'સુપ્રીમ લીડર' બન્યા
March 01, 2026
તહેરાન- તહેરાનમાં 86 વર્ષના અલી ખામેનેઈના મોત પછી ઈરાની ધર્મગુરુ અયાતુલ્લાહ આયતુલ્લા અલીરેઝા અરાફીની ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ISNAએ આ જાણકારી આપી છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈઝરાયલે કરેલ સંયુક્ત હુમલામાં ખામેનેઈનું મોત નીપજ્યું છે. ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.
આયતુલ્લા અલીરેઝા અરાફીને વચગાળા/કામચલાઉ નેતૃત્વ પરિષદમાં વિધિ વિશેષજ્ઞ સદસ્ય (jurist member)ના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે, આ પરિષદ સંકટ કાળ દરમિયાન સુપ્રીમ લીડરના તમામ કામ સંભાળશે. જ્યાં સુધી ઈરાનના બંધારણ મુજબ નવા નેતાની નિમણૂક ન થાય.
ઈરાનના બંધારણ મુજબ કામચલાઉ નેતૃત્વ પરિષદમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મુખ્ય ન્યાયાધીશ ગુલામ-હુસેન મોહસેની-એજેઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક મૌલવી(આયતુલ્લા અલીરેઝા અરાફી) સામેલ છે. ખામેનેઈના મોત બાદ આ પરિષદ સંયુક્ત રીતે દેશની કમાન સંભાળી રહી છે. અલીરેઝા અરાફી જન્મ 1959માં મેબોડમાં થયો હતો. તેઓ હાલ 67 વર્ષના છે. આયતુલ્લા અલીરેઝા અરાફી ઈરાનના એક અત્યંત પ્રભાવશાળી ધાર્મિક અને રાજકીય નેતા છે, જેમને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોત બાદ દેશનું સુકાન સંભાળતી 'કામચલાઉ નેતૃત્વ પરિષદ'માં સ્થાન આપવામાં આવ્યું છે. 1959માં જન્મેલા અરાફી ઈરાનની શક્તિશાળી 'ગાર્ડિયન કાઉન્સિલ'ના સભ્ય હોવાની સાથે દેશની તમામ ધાર્મિક શાળાઓના વડા પણ છે. ઈરાનના બંધારણની કલમ 111 મુજબ, નવા કાયમી સર્વોચ્ચ નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ચીફ જસ્ટિસ સાથે મળીને દેશના વહીવટ અને મહત્વના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026