ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે UAEએ 'દરવાજા બંધ કર્યા'! હવે શું કરશે ટ્રમ્પ?

January 27, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. એવામાં એવી આશંકા છે કે અમેરિકા ગમે તે ક્ષણે ઈરાન પર હુમલો કરી શકે છે. ત્યારે સંયુક્ત અરબ અમીરાત (UAE)એ કહ્યું છે કે ઈરાન પર સૈન્ય હુમલા માટે અમે અમારા દેશના એરસ્પેસનો ઉપયોગ થવા દઇશું નહીં. અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. ત્યારે યુએઈના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમારા એરસ્પેસ, જમીન અથવા દરિયાનો ઉપયોગ ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા માટે થવા દઇશું નહીં. ક્ષેત્રીય સ્થિરતા તથા તટસ્થતા માટે અમે કટિબદ્ધ છીએ.  US ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ થઈ રહેલા હિંસક આંદોલન વચ્ચે અમેરિકાના હુમલાની શક્યતા વધી ગઈ છે. અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર અને અન્ય યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચી ગયા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેના ગમે તે સમયે ઈરાન પર હુમલો કરી શકે છે. અમેરિકાની નૌસેનાનું અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડમાં પહોંચી ગયું છે. એવામાં ઈરાનમાં પણ સેના સતત હાઈ ઍલર્ટ પર છે. અમેરિકાની સેનાનું કહેવું છે કે ક્ષેત્રીય સુરક્ષા અને સ્થિરતા વધારવા માટે એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટમાં તૈનાત કરાયા છે.