UGCના નિયમ તમામ લોકો માટે સમાન હશે, સરકાર મૂંઝવણ કરશે દૂર

January 27, 2026

UGCના નવા નિયમને લઈને વિવાદ વધી રહ્યો છે, સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ બાદ હવે સરકાર સ્પષ્ટતા કરવામાં લાગી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે UGCના નિયમ તમામ લોકો માટે નિષ્પક્ષ હશે અને કોઈની સાથે પણ કોઈ અન્યાયી વર્તન કરવામાં આવશે નહીં. સાથે જ કહેવામાં આવ્યું છે કે સૂચિત નિયમોને લઈને જો કોઈ ગેરસમજ હોય તો તેને દૂર કરવા માટે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટીકરણ કરશે. 

UGCના નવા નિયમોને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. તેને લઈને સ્વર્ણ સમાજ સાથે જોડાયેલા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશથી શરૂ થયેલો વિરોધ દેશના ઘણા રાજ્યો સુધી પહોંચી ગયો છે, રાજધાની દિલ્હીમાં આજે સ્વર્ણ સમાજે રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરી છે. UGCના નવા નિયમ પર સામાન્ય વર્ગ સાથે જોડાયેલા સંગઠનોમાં ભારે નારાજગી છે. 9 

સભ્યની કમેટીમાં સંસ્થાના પ્રમુખ, 3 પ્રોફેસર, 1 કર્મચારી, 2 સામાન્ય નાગરિક, 2 વિશેષ આમંત્રિત વિદ્યાર્થી હશે. 5 સીટ SC/ST, OBC દિવ્યાંગ, મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વની વાત જ કરવામાં આવી નથી, જેની વિરૂદ્ધ ફરિયાદોની આશંકા સૌથી વધારે છે.