ટ્રમ્પની સુરક્ષામાં ચૂક, ઘૂસણખોરીનો પ્રયાસ થતાં હથિયારધારી ઠાર
February 22, 2026
ન્યુ યોર્ક : રવિવારે(22 ફેબ્રુઆરી) અમેરિકાના ફ્લોરિડામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક સામે આવી છે. ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટની સુરક્ષા વ્યવસ્થા તોડીને એક 20 વર્ષીય યુવકે અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ તેને ગોળી મારી ઠાર કર્યો છે.
સિક્રેટ સર્વિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વ્યક્તિ સશસ્ત્ર હતો અને તેણે સુરક્ષિત ઘેરામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જે સમયે આ ઘટના બની ત્યારે પ્રમુખ ટ્રમ્પ વોશિંગ્ટનમાં હોવાથી તેઓ રિસોર્ટમાં હાજર નહોતા. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને રિસોર્ટની આસપાસ સુરક્ષા કવચ વધુ મજબૂત કરી દેવામાં આવ્યું છે.
યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, માર-એ-લાગો પ્રોપર્ટીમાં સુરક્ષા ઘેરો તોડીને ઘૂસણખોરી કરનાર એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસ કાર્યવાહીમાં માર્યો ગયો છે. યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ (PBSO) ના ડેપ્યુટીએ આ વ્યક્તિનો સામનો કર્યો હતો. સામસામે થયેલા એન્કાઉન્ટર દરમિયાન કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં શંકાસ્પદ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, કોઈ પણ સિક્રેટ સર્વિસ એજન્ટ કે ડેપ્યુટીને ઈજા થઈ નથી. મૃતકની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી, તેના પરિવારને જાણ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સમગ્ર મામલાની તપાસ હાલમાં FBI, યુએસ સિક્રેટ સર્વિસ અને પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. એજન્સીની નીતિ મુજબ, આ ઘટનામાં સામેલ સિક્રેટ સર્વિસ એજન્ટોને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વહીવટી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.
Related Articles
દિલ્હીના મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં ભીષણ આગથી ચાર મજૂરોનાં મોત, બે ગંભીર રીતે દાઝ્યા
દિલ્હીના મંગોલપુરીમાં જૂતાની ફેક્ટરીમાં...
Oct 31, 2026
અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિ: શ્રીહરિકોટાથી ISROએ 2,232 કિલોગ્રામના NVS-03 ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું
અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિ: શ્રીહરિકોટ...
Oct 31, 2026
બેંગલુરુની હોટલના સ્વિમિંગ પૂલમાં વીજકરંટ લાગતાં જર્મન અને સ્લોવાકિયન નાગરિકનાં મોત, બે ઈજાગ્રસ્ત; પૂલ એક મહિનો બંધ
બેંગલુરુની હોટલના સ્વિમિંગ પૂલમાં વીજકરં...
Oct 31, 2026
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમ...
Oct 28, 2026
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂં...
Oct 28, 2026
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં ત...
Oct 28, 2026
Trending NEWS
28 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026