મહારાષ્ટ્રના ભિવંડી-નિઝામપુરમાં ભાજપને મોટો ઝટકો, 9 કાઉન્સિલરોએ કર્યો ખેલ, કોંગ્રેસના બનશે મેયર!
February 19, 2026
ભિવંડી : ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા જ મોટું રાજકીય ઉલટફેર જોવા મળ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફટકો પડ્યો છે. ભાજપના 22 પૈકી 9 કોર્પોરેટરોએ બળવો કરી 'ભિવંડી સેક્યુલર ફ્રન્ટ'(BSF) નામે નવો જૂથ બનાવીને કોંગ્રેસના ગઠબંધનને સમર્થન જાહેર કર્યું છે. આ નવા ગઠબંધન સાથે કોંગ્રેસ-NCP(શરદ પવાર જૂથ) પાસે હવે 46 કોર્પોરેટરોનું સંખ્યાબળ થઈ ગયું છે, જે 90 બેઠકો ધરાવતી આ મહાનગરપાલિકામાં બહુમતી માટે જરૂરી આંકડો પાર કરી લે છે.
ચૂંટણી પરિણામો મુજબ, કોંગ્રેસ 30 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી, પરંતુ તેને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. હવે ભાજપમાં પડેલા ભંગાણ અને શિંદે જૂથની શિવસેના તેમજ ભાજપ વચ્ચેના આંતરિક મતભેદોનો સીધો ફાયદો કોંગ્રેસને મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ શિવસેનાને ટેકો આપ્યો હોવા છતાં, સમીકરણો હવે કોંગ્રેસની તરફેણમાં નમી ગયા છે. આ સ્થિતિમાં ભિવંડી-નિઝામપુરમાં કોંગ્રેસનો મેયર અને ડેપ્યુટી મેયર બનવાનો રસ્તો સાવ સાફ થઈ ગયો હોય તેમ જણાય છે.
પક્ષોનું નવું ગણિત (બેઠકોની વહેંચણી):
| પક્ષનું નામ | બેઠકોની સંખ્યા |
| કોંગ્રેસ | 30 |
| ભાજપ | 22 (જેમાંથી 9 અલગ થયા) |
| શિવસેના (એકનાથ શિંદે જૂથ) | 12 |
| NCP (શરદ પવાર જૂથ) | 12 |
| સમાજવાદી પાર્ટી | 6 |
| કોનાર્ક વિકાસ આઘાડી | 4 |
| ભિવંડી વિકાસ આઘાડી | 3 |
| અપક્ષ | 1 |
Related Articles
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આવેલું પવિત્ર તળાવ 90 ટકા સુકાયું, તંત્ર પાસે બચાવવાની ઉગ્ર માંગ
હિમાચલની બારોટ પંચાયતમાં 7000 ફૂટ ઊંચે આ...
Sep 02, 2026
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત, યુપી-ઝારખંડમાં પૂર અને માર્ગો ઠપ્પ, શાળાઓ બંધ રખાઈ
ઉત્તરાખંડ અને આસામમાં ભૂસ્ખલનથી 11ના મોત...
Sep 02, 2026
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓફ બાદ એન્જિન ફેલ
ગોવાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું ટેકઓ...
Sep 01, 2026
Trending NEWS
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026