ઈઝરાયલ અંગે અમેરિકન રાજદૂતના નિવેદનથી મુસ્લિમ દેશો ભડક્યાં
February 22, 2026
ન્યુ યોર્ક ઃ ઈઝરાયલ અંગે અમેરિકન રાજદૂત માઈક હુકાબીના એક વિવાદાસ્પદ નિવેદનથી મધ્યપૂર્વ અને મુસ્લિમ દેશોમાં હોબાળો મચી ગયો છે. હુકાબીએ દાવો કર્યો છે કે, 'મધ્યપૂર્વના મોટાભાગના હિસ્સા પર ઈઝરાયલનો અધિકાર છે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જો ઈઝરાયલ આ વિસ્તાર પર કબજો કરી લે તો પણ ઠીક છે.' હવે અમેરિકન રાજદૂતના આ નિવેદનની સાઉદી અરેબિયા, ઈજિપ્ત, જોર્ડન અને આરબ લીગ દ્વારા સખત નિંદા કરવામાં આવી છે.
આ નિવેદન તેમણે અમેરિકન રૂઢિચુસ્ત વિવેચક ટકર કાર્લસનને આપેલા ઈન્ટરવ્યુમાં આપ્યું હતું. ચર્ચા દરમિયાન કાર્લસને બાઈબલના સંદર્ભમાં પૂછ્યું હતું કે શું ઈઝરાયલનો એ પ્રદેશ પર અધિકાર છે, જે હાલમાં મધ્યપૂર્વના મોટા હિસ્સામાં ફેલાયેલો છે? તેના પર હુકાબીએ જવાબ આપ્યો કે, 'જો તેઓ (ઈઝરાયલ) બધું લઈ લે, તો પણ ઠીક રહેશે.' જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે, 'ઈઝરાયલ હાલમાં વિસ્તાર વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યું અને તેને પોતાની કાયદેસર સરહદોની અંદર સુરક્ષાનો અધિકાર છે.' હુકાબીના આ નિવેદન પર સાઉદી અરેબિયા, ઈજિપ્ત, જોર્ડન, ઈસ્લામિક સહયોગ સંગઠન અને આરબ રાજ્યોની લીગએ સખત વાંધો વ્યક્ત કર્યો છે. સાઉદી અરેબિયાએ તેને "અત્યંત કટ્ટરપંથી" ગણાવ્યું, જ્યારે ઇજિપ્તે તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે. આરબ લીગે કહ્યું કે, આવા નિવેદનો પ્રદેશમાં ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવનાઓને ભડકાવે છે. જોકે, આ મુદ્દે ઈઝરાયલ કે અમેરિકા તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા નથી આવી.
Related Articles
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળગાવ્યા, પોલીસ સાથે અથડામણ
ફ્રાન્સમાં વિદ્યાર્થીઓ વિફર્યા, વાહનો સળ...
Oct 04, 2026
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈમરજન્સી રિઝર્વમાંથી 10 કરોડ બેરલ ઓઈલ-ડીઝલ આપવા તૈયાર
ટ્રમ્પની દાદાગીરી સામે ઝૂક્યા G7 દેશો, ઈ...
Oct 03, 2026
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો, પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા
અમેરિકાના ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર...
Oct 03, 2026
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ પર હુમલાનો સાઉદીનો પ્લાન લીક, પાકિસ્તાને મોકલ્યા 40 હજાર સૈનિકો!
વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હુથીઓ...
Oct 03, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યા...
Oct 02, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026