વાયદા બજારમાં ઉથલપાથલ, છેલ્લા 24 કલાકમાં ચાંદી 14000 તો સોનું 4500 રૂપિયા મોંઘું
February 19, 2026
સોના-ચાંદીના બજારમાં છેલ્લા બે દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગઇકાલે ફરી એકવાર રાત સુધીમાં સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી. એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓએ તેજીનો વળાંક લીધો છે.
છેલ્લા 24 કલાકમાં ચાંદી ફરી મોંઘી થઇ છે. ચાંદી ગઇકાલે બજારની શરૂઆતમાં 4000 રૂપિયા મોંઘી હતી પરંતુ દિવસના અંત સુધીમાં ચાંદી એકઝાટકે 13000 રૂપિયા જેટલી ઉછળી હતી અને આજે બજાર ખુલતાં જ ચાંદીએ ફરી 1000 રૂપિયાથી વધુની તેજી બતાવતા 246214ની સપાટી કૂદાવી દીધી હતી. એટલે કે મંગળવારના મોટા કડાકા બાદ છેલ્લા 24 કલાકમાં જ જે ચાંદી 226000ના નીચલા લેવલે પહોંચી હતી તે ફરી એકવાર 245000ની સપાટીને કૂદાવી ગઇ હતી. આજે ચાંદી 242439ના ભાવે ખુલી હતી અને વાયદા બજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ તે 246214ના લેવલને કૂદાવી ગઇ હતી. આમ છેલ્લા 24 કલાકમાં ચાંદીમાં કુલ 14000થી વધુનો ઉછાળો આવ્યો છે.
સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં જે સોનું મંગળવારે મોડી રાતે 150000ના લેવલે પહોંચી ગયું હતું. તે આજે ગુરુવાર સુધીમાં ફરી તેજી દર્શાવતા 156312ના સ્તરે આવી ગયું છે. ગઈકાલે સોનું 4343 રૂપિયા જેટલું મોંઘુ થયું હતું. રાતે સોનામાં પણ એકઝાટકે તેજી આવી હતી. જોકે આજે બજાર ખુલતાં જ સોનામાં તેજીનો માહોલ જળવાઈ રહ્યો અને સોનું 550 રૂપિયાની તેજી સાથે હાલ 156000 ની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધના ભણકારાને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે જેના પગલે સોનું-ચાંદી મોંઘા થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Related Articles
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026