પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
October 04, 2026
નંદીગ્રામ - પશ્ચિમ બંગાળના ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ મોટું એલાન કર્યુ છે. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડ અને ગુજરાત બાદ પશ્ચિમ બંગાળમાં પણ 6 મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે. 17 નવેમ્બરે કોલકાતામાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ 29 ડિસેમ્બરે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગીતા પાઠનું આયોજન કરવામાં આવશે.
નંદીગ્રામ પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે શુભેન્દુ અધિકારીએ પૂર્વ CM મમતા બેનરજી સરકાર પર ભાજપના નેતાઓને ફસાવવા માટે CID નો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મમતા બેનરજીએ પગમાં ઈજા થવાનો ખોટો દાવો કર્યો હતો, અને તેના આધારે ભાજપ નેતાઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
રવિવારે ભાજપના ઉમેદવાર હસીરાની રથના સમર્થનમાં શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં પદયાત્રા યોજી હતી. હસીરાની રથ, અધિકારીના સ્વર્ગસ્થ નજીકના સહયોગી ચંદ્રનાથ રથના માતા છે. આ દરમિયાન તેમણે મમતા બેનરજીના પગની ઈજા પર ફરી સવાલો ઉઠાવ્યા હતા. એક દિવસ પહેલાં જ પત્રકાર પરિષદમાં અધિકારીએ દાવો કર્યો હતો કે, 2021માં નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર વખતે મમતા બેનરજીએ પગની ઈજાનું નાટક કર્યું હતું. તેમણે એક દસ્તાવેજ પણ દર્શાવ્યો હતો, અને દાવો કર્યો હતો કે આ મમતા બેનરજીનો મેડિકલ રિપોર્ટ છે, જેમાં ફ્રેક્ચરનો કોઈ પુરાવો નહોતો.
રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન અધિકારીએ કહ્યું કે અગાઉની TMC સરકારમાં CID એ ખોટા કેસોના આધારે ભાજપ નેતાઓને હેરાન કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, સત્તાવાર દસ્તાવેજોમાં ફ્રેક્ચર ન હોવા છતાં તેમની સામે હત્યાના પ્રયાસના કેસ નોંધાયા હતા. અધિકારીએ કહ્યું કે આદર્શ આચારસંહિતા હટ્યા બાદ તેઓ કાયદાકીય પગલાં ભરશે. જો કોઈને ખરેખર હેરાન કરવામાં આવ્યા હોય તો તેમને કાનૂની રક્ષણ મળશે, પરંતુ ખોટા આરોપો લગાવવા બદલ ભારતીય ન્યાય સંહિતામાં સજાની જોગવાઈ છે. તેમણે 'પીડિત' ભાજપ કાર્યકરોને તમામ કાનૂની મદદ આપવાની ખાતરી આપી હતી.
Related Articles
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026