Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે

October 04, 2026

મુંબઈ- મુંબઈની ગર્જના મોરચા રેલીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ચૂંટણી પંચ અને SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો હતો કે, દેશભરમાંથી લગભગ 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે આને મતદાનના અધિકાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તો બીજી તરફ રાજ ઠાકરેએ કહ્યું કે, તેઓ 2017થી ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. તેમણે SIR ને સંપૂર્ણપણે રદ કરવાની માંગ કરી હતી. બંને નેતાઓએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની વાત પણ દોહરાવી હતી. ઉદ્ધવે પશ્ચિમ બંગાળમાં હટાવાયેલા મતદારો અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

મુંબઈમાં રવિવારે ઠાકરે બંધુઓની જોડીએ ચૂંટણીના મુદ્દે જોરદાર હૂંકાર ભરી હતી. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને MNS પ્રમુખ રાજ ઠાકરેના નેતૃત્વમાં નીકળેલા ગર્જના મોરચામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મંચ પરથી ચૂંટણી પંચ અને મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ એટલે કે SIR સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે, દેશભરમાંથી લગભગ 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાયા છે. તેમણે આને મત આપવાના અધિકાર સાથે જોડાયેલો મોટો સવાલ ગણાવ્યો હતો. જ્યારે રાજ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં ગડબડ અંગે તેઓ વર્ષોથી અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે SIR ને સંપૂર્ણપણે રદ કરવા અને ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી હતી.
ગર્જના મોરચામાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર પણ પોતાના ખાસ અંદાજમાં પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ લડાઈ કોઈ એક પક્ષ કે નેતાની નથી, પરંતુ દેશ અને આઝાદી સાથે જોડાયેલો મુદ્દો છે. રાજ ઠાકરેએ પણ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આજે ભાજપ સત્તામાં છે, પણ કાલે બીજી કોઈ પાર્ટી પણ સત્તામાં આવી શકે છે. જો આ જ વ્યવસ્થા કોઈ બીજા પક્ષના હાથમાં જતી રહેશે તો તેની અસર દરેક પર પડશે. બંને નેતાઓએ લોકોને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના અધિકાર સાથે જોડાયેલા સવાલોને ગંભીરતાથી લેવા અપીલ કરી હતી.