મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
October 04, 2026
વિધાનસભામાં બહુમતી મળી છતાં સન્નાટો કેમ? 6 મહિનામાં 40 લાખ મતદારો વધ્યા
મુંબઈ- મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના સંયુક્ત નેતૃત્વમાં ચૂંટણી પંચ સામે મુંબઈના રસ્તા પર 'ગર્જના માર્ચ' કાઢવામાં આવી હતી. મતદાર યાદીઓમાં થયેલી કથિત ગેરરીતિ અને 'વોટ ચોરી' મુદ્દે ચૂંટણી પંચ સામે મોરચો માંડતા રાજ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી કમિશન પર આકરા પ્રહારો કર્યા હતા.
રાજ ઠાકરેએ ચૂંટણી પંચ સમક્ષ બે મોટી માગણીઓ મૂકી હતી અને સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર 6 મહિનાના ગાળામાં મહારાષ્ટ્રમાં લાખો નવા મતદારો ક્યાંથી અને કેવી રીતે આવી ગયા? રાજ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું કે જો લોકશાહી બચાવવી હોય તો ચૂંટણી વ્યવસ્થામાં મૂળભૂત સુધારા કરવા પડશે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણાની સમગ્ર કામગીરી શંકાસ્પદ હોવાથી તેને તાત્કાલિક રદ કરવામાં આવે. ઇલેક્ટ્રોનિક વોટિંગ પરથી લોકોનો ભરોસો ઊઠી ગયો હોવાથી હવે દેશમાં ફરીથી બેલેટ પેપર દ્વારા જ મતદાન થવું જોઈએ.
રાજ ઠાકરેએ દાવો કરતાં કહ્યું કે, મેં વર્ષ 2018-19 માં જ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મેં તે સમયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીને તેમને કહ્યું હતું કે દેશમાં મતોની ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે, તેથી તમામ વિપક્ષોએ સાથે મળીને ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ. કારણ કે આ પ્રકારે અકુદરતી મતદાન ક્યારેય શક્ય જ નથી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો અને મતદાર યાદીના આંકડા સામે લાવતાં રાજ ઠાકરેએ ગંભીર શંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મળવા છતાં સમગ્ર મહારાષ્ટ્રમાં સ્મશાનવત સન્નાટો કેમ હતો? લોકોમાં કોઈ ઉત્સાહ નહોતો. આ કેવો વિજય છે?
Related Articles
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ્હી પોલીસને અલ્ટીમેટમ!
મહિલા પત્રકારોની સતામણી મામલે CJPનું દિલ...
Oct 04, 2026
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજાય ચૂંટણી ઃ ઉદ્ધવ અને રાજ ઠાકરે
13 કરોડ વોટની ચોરી, બેલેટ પેપરથી હવે યોજ...
Oct 04, 2026
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શન, ઈન્ડિયા ગેટ પાસે પોલીસની બસો રોકી
જ્ઞાનેશ કુમાર સામે AAPનું જોરદાર પ્રદર્શ...
Oct 04, 2026
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા સામે કડક કાયદો બનાવવામાં આવશે
પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી ધર્મ પરિવર્તન ક...
Oct 04, 2026
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનંદ મહારાજનો આશ્રમ વિવાદમાં, શિષ્યના મોત બાદ યુવતી-બાળક ગુમ
વિરાટ-અનુષ્કા જેવા ભક્તો ધરાવતા પ્રેમાનં...
Oct 03, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026
02 October, 2026