આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત

January 26, 2026

વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધતા ભૌગોલિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. 26 જાન્યુઆરી રોજ ભારતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી બંને પોતપોતાની સર્વોચ્ચ સપાટી એટલે કે 'ઓલટાઈમ હાઈ' પર પહોંચી ગયા હતો. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા બજારમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આજે 1.62% નો ઉછાળો જોવા મળ્યો હતો. 

ઇતિહાસમાં પ્રથમવાર સોનું પ્રતિ ઔંસ $5,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયું છે. સોનું પ્રતિ ઔંસ 5080 ડૉલરની નજીક પહોંચી ગયું હતું.  જ્યારે સોના કરતા પણ વધુ તેજી ચાંદીમાં જોવા મળી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 4.51% નો તોતિંગ વધારો થયો છે.

ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં 109 ડૉલરને આંબી ગઇ હતી. આ સાથે એવી આશંકા છે કે હવે આવતીકાલે જ્યારે બજાર ખુલશે તો ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભડકો બોલાઈ શકે છે. બીજી બાજુ ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ 91.65 પર પહોંચી ગઇ છે.