કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
January 19, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પશ્ચિમ ગોળાર્ધમાં પોતાની પકડ મજબૂત કરવા માટે આક્રમક તેવર બતાવી રહ્યા છે. ગ્રીનલૅન્ડને ખરીદવાની ઇચ્છા બાદ હવે ટ્રમ્પનું ધ્યાન કેનેડાના આર્કટિક ક્ષેત્ર પર કેન્દ્રિત થયું છે. ટ્રમ્પને આશંકા છે કે કેનેડા પોતાની સરહદોની રક્ષા કરવામાં સક્ષમ નથી, જેના કારણે આ વિસ્તારમાં રશિયા અને ચીનનો પ્રભાવ વધી રહ્યો છે.
અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ તાજેતરના અઠવાડિયામાં પોતાના સહયોગીઓ સામે સતત ફરિયાદ કરી રહ્યા છે કે આર્કટિક ક્ષેત્રમાં અમેરિકા નબળું પડી રહ્યું છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયા કે ચીનની કોઈપણ ઘૂસણખોરીને રોકવા માટે કેનેડાએ પોતાના સંરક્ષણ પર વધુ ખર્ચ કરવો જોઈએ. ટ્રમ્પ ઇચ્છે છે કે અમેરિકન અધિકારીઓ કેનેડામાં પોતાનો પ્રભાવ વધારે જેથી દુશ્મન દેશોને આ વિસ્તારથી દૂર રાખી શકાય.
હાલના અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેનેડાની ઉત્તરી સરહદ પર અમેરિકન સૈનિકોની તૈનાતી અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. ગ્રીનલૅન્ડની જેમ ટ્રમ્પ કેનેડાને ખરીદવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ તેઓ આર્કટિકની સુરક્ષા વ્યૂહરચનાને લઈને કોઈ મોટો કરાર કરવાની તૈયારીમાં છે. એક અધિકારીએ જણાવ્યું કે, 'ટ્રમ્પને ચિંતા છે કે અમેરિકા પશ્ચિમ ગોળાર્ધમાં પોતાની પકડ ગુમાવી રહ્યું છે.'
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અમેરિકા અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ દ્વારા તાજેતરમાં લેવાયેલા કેટલાક આક્રમક નિર્ણયોએ કેનેડાની સરકારની ચિંતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ માદુરોને પકડીને અમેરિકા લાવવા અને ત્યાંના તેલ ઉદ્યોગ પર કબજો કરવાના આદેશ આપવાની સાથે ક્યુબા સરકારને પણ ખુલ્લેઆમ ધમકીઓ આપી છે. આ ઉપરાંત, મેક્સિકો અને કોલંબિયા જેવા દેશોમાં ડ્રગ સપ્લાય રોકવા માટે સૈન્ય હસ્તક્ષેપ કરવાની તેમની ચેતવણીએ પાડોશી દેશોમાં ફફડાટ ફેલાવ્યો છે, જેના કારણે કેનેડાને પણ પોતાની સરહદી સુરક્ષા અને સ્વાયત્તતા બાબતે ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.
ટ્રમ્પનું કહેવું છે કે જો અમેરિકા ગ્રીનલૅન્ડ પર કબજો કરે તો તે કેનેડાના હિતમાં પણ હશે, કારણ કે તેનાથી રશિયા-ચીન પર લગામ કસાશે. જોકે, કેનેડાના પીએમ માર્ક કાર્નીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલૅન્ડનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર માત્ર ગ્રીનલૅન્ડ અને ડેનમાર્ક પાસે છે. કેનેડા આ મામલે ડેનમાર્કની સાથે ઊભું છે અને ટ્રમ્પના આ પ્લાનનો વિરોધ કરી રહ્યું છે.
Related Articles
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહ...
Jan 07, 2026
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન મસ્ક, ભારતીય મૂળના વ્યક્તિનું થયું હતું દુઃખદ મોત
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન...
Dec 29, 2025
ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત, જાણો મામલો
ટોરોન્ટો યુનિવર્સિટી નજીક ગોળીબારમાં 20...
Dec 26, 2025
કેનેડા, અમેરિકા, અને બ્રિટનમાં H3N1નો કહેર, સૌથી વધુ દર્દીઓ 19 વર્ષથી નાની વયના
કેનેડા, અમેરિકા, અને બ્રિટનમાં H3N1નો ક...
Dec 20, 2025
Trending NEWS
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026
20 January, 2026