શેરબજાર કડડભૂસ : બજેટ પહેલા સેન્સેક્સ 600 પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી 25200ની નીચે
January 29, 2026
1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પહેલા જ આજે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ 570 પોઇન્ટના ઘટાડા સાથે 81770ના સ્તરે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 156 પોઇન્ટ તૂટીને 25186 પર પહોંચી ગઈ છે. બૅંક નિફ્ટીમાં પણ 168 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 23 શેરો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં મારુતિ અને ઇન્ડિગો જેવા શેરોમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
પ્રથમ કારણ : વિદેશી રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને છેલ્લા બે દિવસની તેજી બાદ રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલી (Profit Booking).
બીજું કારણ : રૂપિયાનું ઐતિહાસિક સ્તરે પહોંચેલું અવમૂલ્યન છે; ડૉલર સામે રૂપિયો 92ના સ્તરને પાર કરી ગયો છે.
ત્રીજું કારણ : આગામી બજેટને લઈને રોકાણકારોમાં જોવા મળી રહેલી સાવચેતી છે, જેના કારણે તેઓ જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળી રહ્યા છે.
બજારમાં આજે ઓટો, FMCG, હેલ્થકેર, આઇટી અને પ્રાયવેટ બૅંક સેક્ટરમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વ્યક્તિગત શેરોની વાત કરીએ તો હેરિટેજના શેરમાં 8%થી વધુનો કડાકો બોલી ગયો છે. આ ઉપરાંત મોતીલાલ ઓસવાલ ફાયનાન્સમાં 5%, ફાઇવ સ્ટાર બિઝનેસમાં 5.55% અને એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સમાં 3%થી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે, ટાટા સ્ટીલ અને NTPC જેવા ગણ્યાગાંઠ્યા શેરોમાં 2% જેટલો ઉછાળો પણ જોવા મળ્યો છે.
BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં આવેલા ઘટાડાને કારણે સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોને મોટી અસર થઈ છે. બુધવારે BSE માર્કેટ કેપિટલાઇઝેશન 459 લાખ કરોડ રૂપિયાથી વધુ હતું, જે ગુરુવારે ઘટીને 457 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. આમ, માત્ર એક જ દિવસના આ કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026