દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત

October 07, 2026

દિલ્હીઃ ચૂંટણી આયોગની કાર્યપ્રણાલી તથા મતદાતાઓની યાદીને લઈ SIR પર ફરી વિચારણા અંગે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાત કરવામાં આવી. મંગળવારે INDIA ગઠબંધનના વિપક્ષના સાંસદોએ સંસદથી ચૂંટણીપંચના કાર્યાલય સુધી વિરોધ રેલી યોજી હતી. આ રેલીમાં ચૂંટણી પંચના કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા અંગે નારેબાજી કરવામાં આવી હતી.આ દરમિયાન પોલીસ અને વિરોધ પ્રદર્શના કરનારાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક એવી જગ્યાઓ પર સામસામે ધક્કામુક્કી થઈ ગઈ હતી. 

પોલીસે વિપક્ષના નેતાઓને આગળ જતા અટકાવી દીધા હતા અને ચૂંટણીપંચ કાર્યાલયની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. અટકાયત કરાલેયા વિપક્ષના નેતાઓને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આકાશવાણી પરિસરમાં જ રોકી દેવામાં આવ્યા હતા. અહીંયા તેઓ લાંબા સમય સુધી બેસી રહ્યા હતા.


હવે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરી છે, પોલીસ એમને આકાશવાણી પરિસરમાંથી બાહર કાઢી રહી હતી. કોંગ્રેસના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર, બન્ને ચૂંટણી કમિશનર સહિત મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત માટે સમય માગવામાં આવ્યો હતો. કોંગ્રેસે ઔપચારિક રીતે એક ચિઠ્ઠી ચૂંટણીપંચને લખી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણીપંચ તરફથી કોઈ અધિકારી આવીને, આવનારા એક કે બે દિવસમાં મુલાકાતક માટેનો સમય ફાળવવા ભરોસો આપે છે તો રાહુલ ગાંધી પોતાના ધરણા ખતમ કરી શકે છે. રાહુલ ગાંધી ધરણા કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. 


રાહુલ ગાંધીએ પોલીસને સવાલ કરતા કહ્યું હતું કે, તમે મને દૂર કરવા માગો છો તો કરી દો, પણ હું ક્યાં બેસીને વિરોધ કરૂ એ અંગે પણ સ્પષ્ટતા કરો. દેશમાં હું ક્યાં બેસીને વિરોધ કરૂ? ઈન્ડિયા ગેટ પર, જંતરમંતર પર કે પછી રસ્તા પર? વિપક્ષ સાથે જોડાયેલા સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, આગામી સત્રમાં વિપક્ષ આ મુદ્દાને સંસદમાં ઊઠાવશે.