ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
October 06, 2026
ભાવનગર જિલ્લાના ત્રાપજ નજીક આજે (છઠ્ઠી ઓક્ટોમ્બર) ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના બે અલગ-અલગ પ્લોટમાં ફરજ બજાવતા સ્ટાફના સભ્યો હતા. આ ભયાનક મૃત્યુ પામનારા છ વ્યક્તિઓની ઓળખ વિજય, સાધુ, જિગ્નેશ, ભાર્ગવ, હિરેન અને યોગેશ તરીકે થઈ છે. જ્યારે દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જયેશ નામના શખસને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના સમાચાર મળતાં જ મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર અલંગ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
Related Articles
ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન્જિનિયર સાથે ઠગાઈ
ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન...
Nov 08, 2026
ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુજરાતીઓના મોત
ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુ...
Nov 05, 2026
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયા...
Nov 02, 2026
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વં...
Nov 02, 2026
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શાહની પુષ્પાંજલિ; કોંગ્રેસ પર વારસો ભૂંસવાના પ્રયાસનો આરોપ
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શા...
Oct 31, 2026
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
Trending NEWS
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026