ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા!
January 07, 2026
વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, 'સ્ટડી-ટુ-ઈમિગ્રેટ' એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. જોકે બંને દેશોએ આવાસ અને વસ્તીના દબાણને કારણે ઈમિગ્રેશનના નિયમો સખત કર્યા છે, તેમ છતાં કેનેડાની સિસ્ટમ આજે પણ વધુ સ્પષ્ટ અને ઝડપી માનવામાં આવે છે.
કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યાના માત્ર એક વર્ષના કામના અનુભવ બાદ વિદ્યાર્થીઓ સ્થાયી નિવાસ(PR) માટે અરજી કરી શકે છે. તેની સરખામણીએ યુકેમાં સ્થાયી નિવાસ(ILR) મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ અને અમુક કિસ્સામાં 10 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડે છે. કેનેડામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ(PGWP) ત્રણ વર્ષ સુધી મળી શકે છે, જ્યારે યુકેમાં હવે નવા નિયમો મુજબ 2026-27થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર 18 મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.
આ બંને દેશો વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે કેનેડામાં અભ્યાસ પછી વર્ક પરમિટ પર કરેલા કામનો અનુભવ સીધો જ PR મેળવવા માટે ગણાય છે. જ્યારે યુકેમાં, ગ્રેજ્યુએટ વિઝા પર કરેલા કામનો અનુભવ ત્યાંના સ્થાયી નિવાસ(ILR) માટે ગણવામાં આવતો નથી. યુકેમાં કાયમી વસવાટ માટે વિદ્યાર્થીએ ફરજિયાતપણે સ્કીલ્ડ વર્કર વિઝા મેળવવા પડે છે અને તે માટે સ્પોન્સરશિપ અને ચોક્કસ પગારના ધોરણો પૂરા કરવા પડે છે, જે પ્રક્રિયા ઘણી જટિલ છે.
જો કોઈ વિદ્યાર્થી 22 વર્ષની ઉંમરે કેનેડા જાય, તો તે 25 વર્ષની ઉંમર સુધીમાં એટલે કે માત્ર 3 વર્ષમાં PR મેળવી શકે છે. તેની સામે યુકેમાં તે જ સ્થિતિમાં પહોંચતા 7થી 10 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. આમ, જો તમે ટૂંકા સમયમાં અને સ્પષ્ટ નિયમો સાથે વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ, તો હાલના સંજોગોમાં કેનેડા એ યુકે કરતા વધુ ભરોસાપાત્ર અને ઝડપી રસ્તો સાબિત થઈ રહ્યો છે.
Related Articles
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો 100% ટેરિફ લાદી દઈશ : ટ્રમ્પની કેનેડાને ધમકી
ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે તો...
Jan 26, 2026
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલું આમંત્રણ ટ્રમ્પે પાછું ખેંચી લીધું
કેનેડાને બોર્ડ ઓફ પીસમાં જોડાવાનું આપેલ...
Jan 24, 2026
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ્પ ટેન્શનમાં, સહયોગીઓને કરવા લાગ્યા ફરિયાદ
કેનેડામાં ચીન-રશિયાના ખેલથી ડોનાલ્ડ ટ્રમ...
Jan 19, 2026
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટકા ટેરિફ ઘટાડશે
કેનેડા ચીનનાં ઇલેક્ટ્રિક વાહનો પર ૧૦૦ ટક...
Jan 17, 2026
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારત...
Jan 15, 2026
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન મસ્ક, ભારતીય મૂળના વ્યક્તિનું થયું હતું દુઃખદ મોત
કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન...
Dec 29, 2025
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026