હવે NATO દેશો પર ઈરાનના હુમલા, ત્રણ દેશો પર ડ્રોન-મિસાઇલો ઝિંકી, ઈરાકમાં US વિમાન ક્રેશ
March 13, 2026
અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર ભયાનક હુમલા અને ઈરાનના પડોશી દેશો પર ડ્રોન-મિસાઇલો ઝિંકવાના અહેવાલો સામે આવ્યા બાદ નાટો દેશો પર હુમલાઓ શરૂ થતાં વર્લ્ડ વૉર-3ના એંધાણ દેખાઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ ઈરાન અને તેના સાથી મિલિશિયા જૂથે નાટોના સભ્ય દેશ ફ્રાન્સ, ઈટાલી અને તૂર્કેઈના સૈન્ય સ્થળો પર હુમલા કર્યા છે. આ ઉપરાંત ઈરાકમાં અમેરિકન સેનાનું વિમાન ક્રેશ થયું હોવાની પણ વિગતો સામે આવી છે. આ હુમલાના કારણે ઈરાનના અનેક દેશો સાથે સંબંધો તો બગડી ગયા જ છે. આ સાથે હવે નાટોની યુદ્ધમાં કૂદવાની સંભાવના વધી ગઈ છે. ઈરાકના કુર્દિસ્તાન સ્થિત સૈન્ય સ્થળો પર અને તૂર્કેઈના મુખ્ય એરબેઝ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલા કરાયા બાદ નાટો દેશોની ચિંતા વધી ગઈ છે. આ કારણે તેના સભ્ય દેશોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી દીધી છે.
ઈરાન સમર્થક મિલિશિયા જૂથે ઈરાકના ઈરબિલ પાસે ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં ફ્રાન્સના એક સૈનિકનું મોત થયું છે. ફ્રાન્સીસી સેનાએ કહ્યું કે, ઈરબિલથી લગભગ 40 કિલોમીટર દૂર એક ટ્રેનિંગ કેન્દ્રમાં આતંકવાદ વિરોધી ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન ડ્રોન હુમલો થયો હતો. ઘટનામાં ફ્રાન્સીસી સેનાના અધિકારી અર્નો ફ્રેયનનું મોત થયું છે, જ્યારે છ સૈનિકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલે કડક શબ્દોમાં કહ્યું છે કે, આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા સૈનિકો પર હુમલો ક્યારેય સ્વીકાર્ય નથી અને આ માટે જવાબદાર લોકોએ જવાબ આપવો પડશે.
આ ઉપરાંત ઈરાનના ઈરબિલમાં અન્ય સૈન્ય ઠેકાણા પર હુમલો થયો છે, અહીં ઈટાલીના સૈનિકો તહેનાત હતા. સૈન્ય બેઝ પર મિસાઇલ હુમલો કરતાં ભયાનક વિસ્ફોટ થયો છે. જોકે પ્રાથમિક રિપોર્ટ મુજબ આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા નથી. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે, ઈરાન સમર્થિક જૂથોએ બેઝ પર હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ હુમલાઓના કારણે ઈરાનમાં નાટો દેશોના તહેનાત સૈનિકો પર જોખમ વધી ગયું છે.
Related Articles
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી, પરમાણુ મુદ્દે જામ્યું વાકયુદ્ધ
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી...
Apr 28, 2026
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 24 કલાકમાં લીધા 4 મોટા નિર્ણય, ચોતરફી ઘેરવાની તૈયારી
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 2...
Apr 24, 2026
શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબા ખામેનેઈની નવી ચેતવણી
શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અ...
Apr 24, 2026
Trending NEWS
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026