H1B વિઝાનું સમર્થન કરું છું: ભારે વિવાદ વચ્ચે ટ્રમ્પની જાહેરાત, વિરોધીઓને ઝટકો

December 29, 2024

અમેરિકાના લૌરા લૂમર નામના એક ફાર-રાઈટ રાજકીય કાર્યકરે H-1B વિઝા લઈને અમેરિકા જનારા ભારતીયો અંગે અપમાજનક શબ્દોનો પ્રયોગ કરતા ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે ટ્રમ્પના સમર્થક એવા બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે લૌરાની ઝાટકણી કાઢ્યા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપવું પડ્યું છે. 


વાસ્તવમાં અમેરિકામાં યોજાયેલી તાજેતરની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા સહિત ઈમિગ્રેશન મુદ્દે આકરૂં વલણ અપનાવવાની વાત કહી હતી. એટલું જ નહીં અગાઉ તેઓ પ્રમુખ બન્યા હતા, ત્યારે વિઝા પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ બનાવી દીધી હતી, તેથી આ વખતે એવું મનાઈ રહ્યું હતું કે, ટ્રમ્પની જીત બાદ વિઝા નિયમો ફેરફાર કરી આકરા બનાવી દેવાશે. આ ઉપરાંત ચૂંટણી વખતે જ લૌરા લૂમરે અમેરિકામાં આવતા ભારતીયો માટે આક્રમખોરો જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે રામાસ્વામી અને મસ્કે લૌરાની આકરી ઝાટકી કાઢી હતી અને હવે ટ્રમ્પે પણ વિઝા અંગે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે H-1B વિઝા અંગે ચાલી રહેલી ચર્ચાઓને રદીયો આપી દીધો છે અને કહ્યું છે કે, તેઓ વર્તમાન H-1Bના પ્રોગ્રામ પર વિશ્વાસ કરે છે.

H-1B વિઝા આકરા બનાવવાના મામલા પર ટ્રમ્પે કહ્યું કે, મને હંમેશા વીઝા પસંદ છે, હું હંમેશા વિઝાનું સમર્થન કરતો રહ્યું છે, તેથી જ મારી પાસે વિઝા છે. મારી સંપત્તિમાં અનેક H-1B ધારકો રહે છે. હું H-1B વિઝા પર વિશ્વાસ કરું છું. મેં તેનો અનેક વખત ઉપયોગ કર્યો છે અને આ એક શ્રેષ્ઠ પ્રોગ્રામ છે.’