લોસ એન્જેલસ એરપોર્ટ પર બે વિમાન ટકરાતા બચ્યા

January 01, 2025

અમેરિકાના લોસ એન્જેલસ એરપોર્ટ પર પણ આવી મોટી હોનારત સહેજમાં ટળી હતી. આ એરપોર્ટ પર બે વિમાન ટકરાતા બચ્યા હતા. એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે થોડીક સેકન્ડોનો વિલંબ ઘણી જિંદગીઓ પર ભારે પડી શકે તેમ હતો.

લાઇમ એર - લાઇન્સની ફ્લાઇટ 563 લોસ એન્જેલસ એરપોર્ટ પર ઊતરી હતી અને રનવે પાર કરવાની તૈયારીમાં હતી ત્યારે વોશિંગ્ટનની ગોન્ઝાગા યુનિવર્સિટીની બાસ્કેટ બોલ ટીમ સાથેનું એક પ્રાઇવેટ પ્લેન પણ ટેકઓફ કરી રહ્યું હતું. બંને વિમાન એકદમ નજીક આવી ગયા હતા. એટીસીએ તરત લાઇમ એરલાઇન્સના વિમાનને થોભી જવા કહ્યું અને બંને વિમાન ટકરાતા રહી ગયા. સમગ્ર મામલે અમેરિકાના ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને તપાસનો આદેશ કર્યો છે.