ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા કોર્ટમાં થશે હાજર, હશ મની કેસમાં સજા સંભળાવાશે

January 04, 2025

અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ 10મી જાન્યુઆરીએ સજા સંભળાવશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો કે, જજે જેલમાં ન જવાનો સંકેત આપ્યો છે. કોર્ટનો આ આદેશ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદના શપથ ગ્રહણના બે અઠવાડિયા કરતા ઓછા સમય પહેલા આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેશે. અગાઉ તેમણે પોર્ન સ્ટાર્સને પૈસા આપવાના આરોપોને ફગાવી દીધા હતા અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ન્યૂયોર્કના ન્યાયાધીશ જુઆન માર્ચેને સંકેત આપ્યો કે, ડોનાલ્ડ ટ્રમ્પને જેલની સજા અથવા દંડ નહીં થાય, પરંતુ તેમને 'શરતી મુક્તિ' આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે સુનાવણી માટે હાજર રહી શકે છે.