કેરળમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી, 4ના મોત

January 06, 2025

કેરળના ઇડુક્કી જિલ્લાના મુંડક્કયમમાં KSRTC બસ સાથે અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતાં ચાર મુસાફરોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. દુર્ઘટનાગ્રસ્ત બસમાં 34 મુસાફરો અને ત્રણ કર્મચારીઓ સવાર હતા. તમામ મુસાફરો માવેલીક્કારા વિસ્તારના રહેવાસી હતા. KSRTC બસ તમિલનાડુના તંજાવુરમાં પ્રવાસ કરીને માવેલિકારા = પરત ફરી રહી હતી.

મહત્વનું છે કે સોમવારે પહાડી જિલ્લામાં પુલ્લુપારા પાસે એક સરકારી બસ ખીણમાં પડી જતા મહિલા સહિત 3 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા તેમ પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બસ 34 મુસાફરો સાથે તમિલનાડુના તંજાવુરની સફર બાદ અલપ્પુઝા જિલ્લાના માવેલિકારા પરત ફરી રહી હતી. સવારે 6 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે રેસક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.