32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી:500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી
January 07, 2025
ભુજમાં સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જિંદગીની જંગ હારી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી 21 વર્ષીય ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. રેસ્ક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. જોકે યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મૃતદેહ ફૂલી જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવાર વહેલી સવારે કાનજી મીણા નામની ખેત મજૂર યુવતી વાડીના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી. આ યુવતી અકસ્માતે પડી છે કે આપઘાત કર્યો છે, તે અંગે હજુ માહિતી મળી શકી એમ નથી.
રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ પિતરાઈ ભાઈ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતી યુવતી સોમવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ન આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઈએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Related Articles
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026