કેનેડાના નવા વડાપ્રધાનની પસંદગી કરવાની જવાબદારી ભારતીય મૂળના સચિત પર

January 07, 2025

કેનેડામાં હાલમાં મોટી રાજકીય ઉથલ-પાથલ ચાલી રહી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રુડોએ સત્તારુઢ લિબરલ પાર્ટીના નેતાના પદ પરથી પણ રાજીનામું આપી દીધું

છે. જો કે, તેમણે કહ્યું કે, જ્યાં સુધી લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી હું વડાપ્રધાન પદ પર રહીશ. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, ટ્રુડોની વિદાય બાદ નવા નેતાની પસંદગી કોણ

કરશે?

આ જવાબદારી ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન અને લિબરલ પાર્ટીના અધ્યક્ષ સચિત મહેરાને સોંપવામાં આવી છે. નવા નેતાની પસંદગી કરવા માટે મહેરા ટૂંક સમયમાં પાર્ટીની બેઠક બોલાવશે. તેમણે

કહ્યું છે કે, પાર્ટીના નેતાની પસંદગીની પ્રક્રિયા આ અઠવાડિયે શરૂ કરી દેવામાં આવશે.

સચિત મહેરા એક ભારતીય કેનેડિયન નાગરિક છે તેમના પિતા 1960ના દાયકામાં નવી દિલ્હીથી કેનેડા જતા રહ્યા હતા. ત્યાં ગયા બાદ તેમણે વિન્નિપેગ અને ઓટાવામાં ઈસ્ટ ઈન્ડિયા કંપની રેસ્ટોરન્ટ્સ નામની

રેસ્ટોરાન્ટસની એક ચેઈન બનાવડાવી જે હજુ પણ સચિત મહેરાનો ફેમિલી બિઝનેસ છે.

સચિત મેહરા મેનિટોબા પ્રાંતના વિન્નિપેગ શહેરમાંથી આવે છે. તેઓ 1994થી બિઝનેસ સંભાળી રહ્યા છે. સચિત ઈસ્ટ ઈન્ડિયા કંપની રેસ્ટોરન્ટના માલિક હોવાની સાથે-સાથે તેના મેનેજમેન્ટનું કામ પણ જોઈ છે.  

મહેરા સામુદાયિક વિકાસ કાર્યોમાં પણ ખૂબ સક્રિય છે.

2013થી 2016 સુધી તેઓ પોતાના શહેર વિન્નિપેગ ડાઉનટાઉન બિઝના અધ્યક્ષ રહ્યા જ્યાં તેમણે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રની સુધારણા માટે કામ કર્યું છે.  મહેરા ચેરિટી માટે ફંડ એકત્ર કરવાનું

પણ કામ કરતા આવ્યા છે. તેમણે ચેરિટી ફંડરેઝર મસાલા મિક્સર ઈવેન્ટની પણ અધ્યક્ષતા કરી હતી જેમણે વિક્ટોરિયા જનરલ હોસ્પિટલ અને અલ્ઝાઈમર એસોસિએશન ઓફ મેનિટોબા માટે $75,000 થી વધુ

ફંડ એકત્ર કર્યું હતું. રાજકારણમાં રુચિ હોવાના કારણો તેઓ લિબરલ પાર્ટીમાં જોડાયા અને મે 2023માં પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.

જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે નેતાની પસંદગીની જવાબદારી સચિત મહેરા પર આવી ગઈ છે. મહેરા લિબરલ પાર્ટીના નેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રમુખ છે અને તેમને પાર્ટીની

સદસ્યતા વધારવા, ફંડ એકત્ર કરવાના પ્રયાસોની દેખરેખ રાખવા અને ચૂંટણી માટે પાર્ટીને તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.

મહેરા પર એ જવાબદારી હશે કે તેઓ એક એવા નેતાની પસંદગી કરીને આપે જેઓ પાર્ટીના  જૂના આધારને ફરીથી પુનઃસ્થાપિત કરી શકે. પૂર્વ નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, પૂર્વ કેન્દ્રીય બેન્કર માર્ક કાર્ની,

પરિવહન મંત્રી અનિતા આનંદ જેવા નેતાઓ લિબરલ નેતાના પદની રેસમાં છે.

સત્તાધારી લિબરલ પાર્ટીએ સતત ત્રણ સામાન્ય ચૂંટણી જીત હાંસલ કરી છે પરંતુ હવે તેનો આધાર ખોવાઈ રહ્યો છે. કેનેડિયનો વધતી જતી મોંઘવારી અને મકાનોની આસમાની કિંમતોને લઈને લિબરલ પાર્ટીથી

નારાજ છે. આવી સ્થિતિમાં પાર્ટીનો જૂનો આધાર પુનઃસ્થાપિત કરવાની જવાબદારી સચિત મહેરા પર છે.