હીલેરી ક્લિન્ટન જ્યોર્જ સોરેસ લિયોનલ મેસી સહિત 19ને બાયડેને અમેરિકાનું સર્વોચ્ચ પારિતોષિક આપ્યું

January 06, 2025

વૉશિંગ્ટન: વિદાય લેતા પ્રમુખ જો બાયેડને અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હીલેરી ક્લિન્ટન, વિવાદાસ્પદ બની ગયેલા માનવતાવાદી જ્યોર્જ સોરેસ, આર્જેન્ટિનાના ફુટબોલ સ્ટાર લિયોનસ મેસી સહિત કુલ ૧૯ વ્યક્તિઓને અમરિકાનું સર્વોચ્ચ નાગરિક પારિતોષિક 'ધી પ્રેસિડેન્ટશ્યલ મેડલ ઑફ ફ્રીડમ' એનાયત કર્યો હતો. આ ૧૯ વ્યક્તિઓ પૈકી ખ્યાતનામ અભિનેતા ડેનીયલ વોશિંગ્ટન પણ સમાવિષ્ટ છે. જે વ્યક્તિઓએ અમેરિકામાં કે વિશ્વસ્તરે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદાન કર્યું હોય તેઓને આ પારિતોષિક આપવામાં આવે છે. લીયોનસ મેસી વ્યસ્ત હોવાથી રૂબરૂમાં આ મેડલ સ્વીકારવા અહીં આવી શક્યા ન હતા.આ સમેય આપેલાં પોતાનાં ટૂંકા વક્તવ્યમાં પ્રમુખ બાયડેને કહ્યું હતું જ્યારે જ્યારે અન્યોની સેવા કરવાની વાત આવે છે ત્યારે ત્યારે તમો આગળ આવ્યાં છો. સહાયની તે બૂમનો તેમ જવાબ આપ્યો છે, અને અન્યોને તે કાર્યમાં જોડયાં છે. તેઓનું નેતૃત્વ લીધું છે. વિશ્વના અજ્ઞાાત ખૂણા સુધી તમોએ દ્રષ્ટિ પહોંચાડી છે. તમોને બહુમાન આપતાં હું પોતે મને બહુમાન્ય માનુ છું. આ મારૂં પ્રમુખ તરીકેનું અંતિમ જાહેર કૃત્ય બની રહ્યું છે. આટલું કહેતાં પ્રમુખ થોડા ભાવુક પણ બની ગયા હતા.