H-1B વિઝા બંને દેશો માટે લાભકારી: ટ્રમ્પની શપથવિધિ પહેલા ભારતનું મોટું નિવેદન
January 06, 2025
અમેરિકામાં એચ-1બી વિઝા મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે મૌન તોડ્યું છે. ભારતે એચ-1બી વિઝા બંને દેશો માટે લાભદાયી હોવાનો તેમજ બંને દેશોના આર્થિક વિકાસ માટે અત્યંત જરૂરી હોવાનું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકામાં એચ-1બી વિઝા પર ચર્ચા કરતાં શુક્રવારે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે મજબૂત ઈકોનોમિક અને ટેક્નોલોજિકલ પાર્ટનરશિપ છે. જેમાં સ્કિલ્ડ પ્રોફેશનલ્સનું સ્થળાંતર નોંધનીય હિસ્સો છે. આ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી ટેક્નિકલ નિપુણતાનો લાભ ભારત અને અમેરિકા બંનેના આર્થિક વિકાસ માટે લાભકારી બને છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થક બિઝનેસમેન ઈલોન મસ્ક એચ-1બી વિઝાને સમર્થન આપી રહ્યા છે. જ્યારે અમેરિકાનો એક વર્ગ આ વિઝાનો વિરોધ કરી રહ્યો છે. ઘણા લોકોએ ચૂંટણી બાદ ટ્રમ્પનો યુ-ટર્નની આકરી ટીકા કરી રહ્યા છે, કારણકે, ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અમેરિકન્સના હિતમાં ઈમિગ્રેશન મુદ્દે આકરા નિર્ણયો લેવાનું વચન આપ્યું હતું.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલાં જ એચ-1બી વિઝાનો મુદ્દો વિવાદોમાં મૂકાયો છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને રાષ્ટ્રપતિ જો બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે મતભેદ સર્જાયો છે. આ વિઝા ભારતીય પ્રોફેશનલ્સ માટે લોકપ્રિય છે.
એચ-1બી વિઝાના કારણે અમેરિકન્સની રોજગારી છીનવાઈ રહી હોવાનો આરોપ મૂકતાં ભારે વિરોધ દર્શાવી રહ્યા છે. અમેરિકાના નાગરિકો નવા રાષ્ટ્રપતિને ઈમિગ્રેશન અને એચ-1બી પોલિસી આકરી બનાવવા માગ કરી રહ્યા છે. અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દરવર્ષે હજારો સ્કિલ્ડ પ્રોફેશનલ્સની ભરતી એચ-1બી વિઝા હેઠળ કરે છે.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026