Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

'આનંદીબેનને હટાવવાનું ષડયંત્ર હતું પાટીદાર આંદોલન', ઉદ્યોગપતિ કરસન પટેલનું સ્ફોટક નિવેદન

January 06, 2025

પાટણમાં બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા રવિવારે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપની માલિક કરસન પટેલે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સ્ટોફક નિવેદનમાં આપતાં કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને હટાવવાનું કાવતરું હતું. તેમના આ નિવેદન બાદ ભરશિયાળે રાજકીય માહોલ ગરમાયો છે.  પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે પાટલ બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ખોડાભા હોલ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાર્યક્રમમાં લેઉવા પાટીદાર સમાજના આગેવનો તથા જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરસનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમ બાદ તેમણે સ્ટોફક નિવેદન આપતાં કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું હતું. લેઉવા પાટીદાર સમાજને દીકરીને મુખ્યમંત્રી પદેથી દૂર કરી અને આંદોલન કરનારાઓએ રાજકીય રોટલા શેક્યા છે.  પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત કોઇ દિવસ હાથ લંબાવે નહી, તે હંમેશા કંઇ ને કંઇ આપે. આપણા ત્યાં આંદોલન થયું તે આંદોલન કરનારા પાટીદાર જ હતા. આંદોલનમાં કશું મળ્યું નહી, આપણા પાટીદાર યુવાનોએ શહીદી વ્હોરી. ખરેખર આ આંદોલન હતું કે પછી કોઇને કાઢવા માટેનું કાવતરું હતું, કારણ કે પટેલો પટેલોને જ કાઢે એ શક્ય નથી. આ એક સંશોધનનો વિષય છે.