મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
July 06, 2026
ઈન્દોર : મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર ખંડપીઠે મહિલાઓના પ્રજનન અધિકારો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે કાયદા દ્વારા નિર્ધારિત સમયમર્યાદાની અંદર ગર્ભાવસ્થા હોય તો ગર્ભમાં બાળક રાખવું કે નહીં તેનો નિર્ણય સંપૂર્ણપણે મહિલાનો રહેશે. આ માટે પતિની સહમતિ જરૂરી નથી. કોર્ટે 13 અઠવાડિયાની ગર્ભવતી પરિણીત મહિલાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અધિનિયમ હેઠળ ગર્ભપાત કરાવવાની મંજૂરી પણ આપી છે.
29 જૂન 2026ના રોજ આપવામાં આવેલા આ આદેશમાં ઈન્દોર વિભાગના એક દંપતીના કેસની સુનાવણી કરવામાં આવી હતી. લગભગ બે વર્ષ પહેલાં લગ્ન કરનાર આ દંપતી વચ્ચે સતત મતભેદ વધતાં બંને અલગ રહેવા લાગ્યા હતા. આ દરમિયાન મહિલા લગભગ 13 અઠવાડિયાની ગર્ભવતી હતી. મહિલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે વૈવાહિક સંબંધો તૂટી જવાની સ્થિતિમાં બાળકનો જન્મ તેના માટે માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે અત્યંત મુશ્કેલ બનશે. તેથી તેણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી માગતી અરજી કરી હતી. સુનાવણી દરમિયાન પતિને નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તે કોઈ પણ તારીખે કોર્ટમાં હાજર રહ્યો નહોતો. રાજ્ય સરકારે પણ અરજીનો વિરોધ કર્યો નહોતો.
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના 'એક્સ વિરુદ્ધ પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર' કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે બંધારણની કલમ-21 હેઠળ દરેક મહિલાને પોતાના શરીર અને પ્રજનન સંબંધિત નિર્ણયો લેવાનો મૌલિક અધિકાર છે. આ અધિકાર તેની વ્યક્તિગત સ્વાયત્તતા, ગરિમા અને સ્વતંત્રતાનો અભિન્ન ભાગ છે.
કોર્ટે વધુમાં જણાવ્યું કે અનિચ્છનીય ગર્ભાવસ્થાની સૌથી વધુ શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસર મહિલાને ભોગવવી પડે છે. તેથી ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે ગર્ભપાત કરાવવો તે નિર્ણય સંપૂર્ણપણે મહિલાનો વ્યક્તિગત અને બંધારણીય અધિકાર છે અને કોઈ પણ મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતૃત્વ સ્વીકારવા માટે મજબૂર કરી શકાય નહીં. કોર્ટની તપાસમાં જાણવા મળ્યું કે અરજદારની ગર્ભાવસ્થા 13 અઠવાડિયા અને 1 દિવસની હતી, જે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અધિનિયમ, 1971 હેઠળ નિર્ધારિત કાનૂની મર્યાદામાં આવતી હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026