Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર

July 03, 2026

કડી-ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર ગઇકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે સવારના 6 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 12.64 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 12.36 ઈંચ વરસાદથી પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે બીજી બાજે મહેસાણાના કડીમાં અડધી રાતે માત્ર બે કલાકના અરસામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જૂનાગઢના માણાવદરમાં પણ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજના સવારના 6 વાગ્યાથી લેટેસ્ટ આંકડા સામે આવવા લાગ્યા છે. આજે મેઘરાજાએ વલસાડનો વારો પાડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. 


મહેસાણા જિલ્લાના કડી પંથકમાં વીજળીના કડાકા સાથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કડીમાં રાત્રે 2થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકના ટૂંકા ગાળામાં આશરે 8 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતાં સમગ્ર કડી શહેર અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 

ગઇકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ બાદ આજે મેઘરાજાએ જાણે વલસાડ જિલ્લાનો વારો પાડ્યો હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકના ટૂંકા ગાળામાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વલસાડ તાલુકામાં 6.10 ઈંચ વરસાદ નોંધયો હતો. જ્યારે તેના બાદ ડાંગના ધ ડાંગ તાલુકામાં 3.11 અને નવસારીના ગણદેવીમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારના બે કલાકમાં અત્યાર સુધીમાં 29 તાલુકામાં મેઘમહેર થઇ ચૂકી છે.