અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
July 05, 2026
અમદાવાદ- આગામી અષાઢી બીજે (16 જુલાઈ) અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે નગરજનોને દર્શન આપવા જગતના નાથના શણગાર અને વાઘા સંપૂર્ણ તૈયાર કરી દેવાયા છે. કાળઝાળ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને ભગવાન માટે વિશેષ લાઈટ બેબી પિંક કલરના વાઘા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રત્નો અને ડાયમંડથી જડિત સાત ચોગાવાળી વાંકી પાઘડી આ વખતની રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે.
ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના આ નયનરમ્ય વસ્ત્રોની બનાવટ પાછળ અખાત્રીજથી જ કામગીરી કરવામાં આવી રહી હતી. મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે પૂજન કર્યા બાદ વાઘા બનાવવાની શરૂઆત થઈ હતી. આ દિવ્ય શણગાર તૈયાર કરવા માટે કોલકાતા અને બનારસથી ખાસ પ્રકારના સિલ્ક તેમજ મખમલના કાપડના સેમ્પલ મંગાવવામાં આવ્યા હતા. વાઘા તૈયાર કરનાર કલાકાર સુનિલે જણાવ્યા મુજબ, આ વખતે વસ્ત્રોમાં આભલા વર્કની સાથે એટ્રેક્ટિવ રંગબેરંગી બોર્ડરનો ઉપયોગ કરાયો છે.
રથયાત્રાના ઉત્સવ દરમિયાન ભગવાન ભક્તોને અલગ અલગ દિવસોમાં વિવિધ સ્વરૂપે દર્શન આપશે. અમાસના દિવસે પ્રભુ રાણી કલરના કાપડ પર બારીક દોરીવર્ક કરેલા સુવર્ણ વેશ અને ખાસ વેલવેટના વાઘામાં દર્શન આપશે. જ્યારે રથયાત્રાના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળા આરતી સમયે નાથ લાલ મખમલના શાહી વસ્ત્રો, સોનેરી બક્તર અને માથે કલગીવાળો અત્યંત સુંદર મોતીનો મુગટ ધારણ કરશે. નગરચર્યા પૂર્ણ કર્યા બાદ અષાઢી ત્રીજના રોજ ભગવાન મલ્ટી કલરના પ્યોર સિલ્કના વસ્ત્રો પહેરીને નિજમંદિરમાં પોતાના રત્નજડિત સિંહાસન પર પુનઃ બિરાજમાન થશે.
ભગવાન જગન્નાથજી, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીના વાઘા બનાવનારા દરજી સુનિલે જણાવ્યું કે, 'અખાત્રીજના દિવસથી મહારાજશ્રીના હાથે અમે રથયાત્રાનું મુહૂર્ત અને ભગવાનના વસ્ત્રો માટેનું પૂજન કરતા હોઈએ છીએ. આ માટે અમે બનારસ સિલ્ક, કોલકાતા સિલ્ક, વેલવેટ અને મખમલ જેવા વિવિધ કાપડના સેમ્પલ મંગાવીને અલગ-અલગ ડિઝાઈનો તૈયાર કરીએ છીએ. આ વખતે વસ્ત્રોમાં આભલા વર્ક સાથે રંગબેરંગી બોર્ડર રાખી છે, જેની પાછળની ભાવના એ છે કે ભગવાન ભક્તોને આશીર્વાદ આપે અને દરેકનું જીવન પણ રંગબેરંગી બને. અમાસના દિવસે ભગવાન વેલવેટના વાઘામાં અને ત્યારબાદ રાણી કલરમાં દોરીવર્ક વાળા સુવર્ણ વેશમાં દર્શન આપશે. સવારે મંગળા આરતીમાં ભગવાન સોનેરી બખ્તર, લાલ કલરના વેલવેટના વસ્ત્રો અને કલગીવાળો મોતીનો મુગટ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે.'
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026