AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો
July 25, 2026
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નામે વાયરલ થયેલા વીડિયો AI આધારિત ડીપફેક હોવાનું કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક યુનિટે જણાવ્યું છે કે વીડિયોમાં દર્શાવવામાં આવેલા નિવેદનો વાસ્તવિક નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાના હેતુથી મૂળ વીડિયો તથા ઓડિયોમાં ડિજિટલ છેડછાડ કરવામાં આવી છે. PIBએ લોકોને આવા વીડિયો પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ માહિતી શેર કરતા પહેલાં તેની સત્યતા ચકાસવાની અપીલ કરી છે.
તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પીયૂષ ગોયલ વિદ્યાર્થીઓ તથા પ્રદર્શનકારીઓને ધમકી આપતા હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, તપાસમાં જાણવા મળ્યું કે મૂળ વીડિયોમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નકલી અવાજ અને સંદેશ ઉમેરવામાં આવ્યા હતા. ચહેરા અસલી હોવા છતાં તેમાં સંભળાતા શબ્દો અને નિવેદનો બનાવટી હોવાનું PIBએ જણાવ્યું છે.
PIB ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી કે પીયૂષ ગોયલે આવા કોઈ નિવેદન આપ્યા નથી અને વાયરલ ક્લિપ્સ સંપૂર્ણપણે ભ્રામક છે. કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે કેટલાક વિદેશી પ્રચારક એકાઉન્ટ્સ આવા વીડિયો શેર કરીને દેશમાં ગેરસમજ, અવિશ્વાસ અને અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રીના એક વાસ્તવિક સંબોધનના વીડિયોમાં નવો ઓડિયો ઉમેરીને તેને બદલવામાં આવ્યો હતો. તેવી જ રીતે, સંસદ બહાર પીયૂષ ગોયલના નિવેદનને પણ ડિજિટલ રીતે સંપાદિત કરીને ભ્રામક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. PIBએ ભારપૂર્વક જણાવ્યું કે આવા વીડિયો મૂળ ભાષણનું સાચું પ્રતિનિધિત્વ કરતા નથી અને સોશિયલ મીડિયા પર વાયરલ થતી દરેક ક્લિપને ચકાસ્યા વગર સાચી માનવી જોઈએ નહીં.
Related Articles
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અને ચાંદીમાં ₹5,387નો કડાકો, રોકાણકારોમાં ચિંતા
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અ...
Jul 13, 2026
એઆઈ નિષ્ફળ રહેતાં ફોર્ડ કંપનીએ 350 અનુભવી ઇજનેરોને ફરીથી નોકરી પર બોલાવ્યા
એઆઈ નિષ્ફળ રહેતાં ફોર્ડ કંપનીએ 350 અનુભવ...
Jun 30, 2026
Trending NEWS
14 August, 2026
14 August, 2026
14 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
13 August, 2026
12 August, 2026
12 August, 2026