ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ, સાંતલપુરમાં 13 ઇંચથી વધુ વરસાદ; કચ્છ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ
July 25, 2026
રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના તાજા આંકડા મુજબ આજે સવારે 6:00થી સાંજે 8:00 વાગ્યા સુધીમાં રાજ્યના 260થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લાના સાંતલપુરમાં સૌથી વધુ 334 મિ.મી. (13.15 ઇંચ) વરસાદ પડતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે, જ્યારે રાધનપુરમાં 238 મિ.મી. (9.37 ઇંચ) વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા અને નવરચિત વાવ-થરાદ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. દિયોદરમાં 213 મિ.મી. (8.39 ઇંચ), ભાભરમાં 200 મિ.મી. (7.87 ઇંચ), દાંતીવાડામાં 180 મિ.મી. (7.09 ઇંચ), ડીસામાં 127 મિ.મી. (5.00 ઇંચ), ઓગડમાં 120 મિ.મી. (4.72 ઇંચ), હડાદમાં 113 મિ.મી. (4.45 ઇંચ), સુઈગામમાં 101 મિ.મી. (3.98 ઇંચ), થરાદમાં 69 મિ.મી. (2.72 ઇંચ), ધાનેરામાં 64 મિ.મી. (2.52 ઇંચ), કાંકરેજમાં 62 મિ.મી. (2.44 ઇંચ) અને વાવમાં 42 મિ.મી. (1.65 ઇંચ) વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોમાં ખેડાના મહેમદાવાદમાં 172 મિ.મી. (6.77 ઇંચ), મોરબીના વાંકાનેરમાં 166 મિ.મી. (6.54 ઇંચ), મહેસાણાના ખેરાલુમાં 116 મિ.મી. (4.57 ઇંચ), ગાંધીનગરના દહેગામમાં 107 મિ.મી. (4.21 ઇંચ) અને કચ્છના રાપરમાં 104 મિ.મી. (4.09 ઇંચ) વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના નવા ચેતવણી નકશા મુજબ કચ્છ, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને મોરબી સહિત ઉત્તર તથા ઉત્તર-પશ્ચિમ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે દક્ષિણ-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરીને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026