સતત વરસાદથી સુરતની ખાડીઓમાં જળસ્તર વધ્યું, મીઠીખાડી અને સીમાડા ખાડી પર તંત્રની નજર
July 25, 2026
સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ખાડીપૂરની સ્થિતિ યથાવત રહી છે. શુક્રવારે સાંજે પડેલા ભારે વરસાદ બાદ શહેરની પાંચેય મુખ્ય ખાડીઓના જળસ્તરમાં વધારો નોંધાયો હતો. તેમાં મીઠીખાડીનું જળસ્તર રાત્રે 8 વાગ્યે 9.10 મીટર નોંધાયું હતું, જે તેની 9.35 મીટરની ભયજનક સપાટીથી માત્ર 0.25 મીટર દૂર હોવાથી લિંબાયત સહિત ખાડીકાંઠાના વિસ્તારોમાં ફરી દહેશત ફેલાઈ છે.
આંકડા મુજબ મીઠીખાડીનું જળસ્તર અગાઉના દિવસ કરતાં 0.15 મીટર વધ્યું છે, જ્યારે ભાઠેના ખાડીમાં સૌથી વધુ 0.55 મીટરનો વધારો નોંધાતા તેનું લેવલ 6.70 મીટરે પહોંચ્યું છે. ભેદવાડ ખાડીનું જળસ્તર 6.90 મીટર નોંધાયું છે, જે અગાઉના દિવસ કરતાં ઓછું હોવા છતાં અગાઉ ભયજનક સપાટી વટાવી ચૂકવાને કારણે તેના પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
સીમાડા ખાડીનું જળસ્તર 4.70 મીટર નોંધાયું છે, જે તેની 4.50 મીટરની ભયજનક સપાટીથી 20 સેન્ટીમીટર વધુ હોવાથી આ વિસ્તારમાં પણ એલર્ટ યથાવત છે. બીજી તરફ કાંકરા ખાડીનું જળસ્તર 6.60 મીટર પર સ્થિર રહ્યું છે અને તેમાં અગાઉના દિવસની સરખામણીએ કોઈ વધારો નોંધાયો નથી. આ ખાડી હજુ તેની ભયજનક સપાટીથી આશરે 1.88 મીટર નીચે હોવાથી ત્યાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું માનવામાં આવે છે.
શુક્રવારે સાંજે માત્ર બે કલાકમાં પડેલા ભારે વરસાદની સીધી અસર ખાડીઓના જળસ્તર પર જોવા મળી હતી. ખાસ કરીને લિંબાયત ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાતા મીઠીખાડીમાં પાણી ઝડપથી વધ્યું હતું. ભયજનક સપાટીની નજીક પહોંચતાં મીઠીખાડી કાંઠાના વિસ્તારો અને અગાઉ ખાડીપૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સ્થાનિકો સતર્ક બન્યા છે.
Related Articles
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત...
Aug 19, 2026
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપ...
Aug 19, 2026
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમાં 1649 ડ્રગ્સ કેસ નોંધાયા છતાં માત્ર 76ને સજા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમા...
Aug 19, 2026
Trending NEWS
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026