પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સીક્રેટ ડીલથી ટ્રમ્પ છેતરાયા!
July 26, 2026
આ રિપોર્ટમાં 3 મોટા ઇનસાઇડર્સ, 1 મિડલ ઇસ્ટર્ન ડિપ્લોમેટ, 1 પ્રાદેશિક ગુપ્તચર અધિકારી અને મામલાની અંદરની માહિતી ધરાવતા 1 સ્રોતના હવાલેથી મોટો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકી પ્રશાસન અને ખાસ કરીને ટ્રમ્પની કડક નીતિઓના મોટા-મોટા દાવાઓને બાજુ પર મૂકીને, ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે ઈરાનની 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) ના ચીફ અહમદ વાહિદી સાથે સીધો હાથ મિલાવી લીધો હતો. આ આખો સોદો આ જ વર્ષે માર્ચના અંતમાં આસિમ મુનીરે જ પાકો કરાવ્યો હતો. યુદ્ધ શરૂ થવાના શરૂઆતના અઠવાડિયામાં તો ઈરાન સમર્થિત જૂથો સાઉદી અરેબિયા પર સતત હુમલા કરી રહ્યા હતા, પરંતુ આ સિક્રેટ ડીલ થતાં જ સાઉદી પર થતા મોટા હુમલા અચાનક બંધ થઈ ગયા. વોશિંગ્ટનમાં બેઠેલા અમેરિકી અધિકારીઓ એવું જ વિચારતા રહી ગયા કે, તેમની સૈન્ય તાકાત અને ધમકીઓથી ડરીને ઈરાન પાછળ હટી ગયું છે, જ્યારે પડદા પાછળ તો અસલ ખેલ કંઈક અલગ જ ચાલી રહ્યો હતો. પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનું નાટક કરી રહ્યું હતું. ખાસ કરીને ત્યારે, જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નિયંત્રણને લઈને વિવાદ વધ્યો અને હુમલાઓ પછી યુદ્ધવિરામ તૂટી ગયો. આનો જ ફાયદો ઉઠાવીને આસિમ મુનીરે સાઉદીને રાહત અપાવવાના નામે પોતાનો પર્સનલ બિઝનેસ અને પાકિસ્તાનનું વ્યૂહાત્મક કદ બંને વધારી લીધા.
લગભગ 3 મહિના સુધી સાઉદી અરેબિયા પર ઈરાન તરફથી કોઈ મોટો હુમલો ન થયો. જોકે, જ્યારે તાજેતરમાં તેહરાન તરફથી સાઉદી તરફ 1 મિસાઈલ છોડવામાં આવી, તો આસિમ મુનીરનો બિઝનેસ જોખમમાં મુકાતો દેખાયો. મિડલ ઇસ્ટના 1 ડિપ્લોમેટે 'ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ' ને જણાવ્યું કે મિસાઈલ સ્ટ્રાઈક પછી તરત જ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે IRGC ચીફ અહમદ વાહિદીને ફોન કરીને કડક ચેતવણી આપી દીધી. મુનીરે સાફ શબ્દોમાં કહી દીધું કે જો સાઉદી અરેબિયા પર આગળ વધુ હુમલા થશે, તો તેનાથી તેમનો આ અબજોનો 'ઓઇલ વેન્ચર' ખતરામાં પડી જશે અને તેની કમાણી બંધ થઈ જશે. આ ધમકીની એવી જાદુઈ અસર થઈ કે તે મિસાઈલ હુમલા પછી સાઉદી પર ઈરાનનો 1 પણ નવો હુમલો નોંધાયો નથી.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026