વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
July 06, 2026
તાજેતરમાં ગ્લોબલ સિટીઝન સોલ્યુશન્સ દ્વારા વર્ષ 2026 માટેનો વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતનો પાસપોર્ટ વધુ નબળો સાબિત થયો છે. કુલ 197 દેશોની આ યાદીમાં ભારત 125મા સ્થાને પહોંચી ગયું છે, જે દર્શાવે છે કે મજબૂત પાસપોર્ટ ધરાવતા ટોચના 100 દેશોમાં પણ ભારત સામેલ નથી. વર્ષ 2025માં ભારત 124મા ક્રમે હતું, જેની સરખામણીમાં આ વર્ષે રેન્કિંગમાં એક સ્થાનનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો વર્ષ 2021માં ભારત 127મા ક્રમે હતું, આમ પાંચ વર્ષના સમયગાળામાં પાસપોર્ટની મજબૂતાઈમાં માત્ર બે જ સ્થાનનો નજીવો સુધારો જોવા મળ્યો છે.
આ નવા અહેવાલ પ્રમાણે, ભારતીય પાસપોર્ટ ધરાવતા નાગરિકો હાલમાં નેપાળ, ભૂટાન, પેલેસ્ટાઈન, ટ્યુનિશિયા અને જમૈકા જેવા માત્ર 26 નાના દેશોમાં જ વિઝા વિના સીધો પ્રવેશ મેળવી શકે છે. તેની સામે અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ચીન અને સંયુક્ત આરબ અમીરાત સહિતના 88 જેટલા દેશો એવા છે જ્યાં ભારતીયોને વિના વિઝા પ્રવેશવાની કોઈ છૂટ નથી. કોઈપણ દેશના પાસપોર્ટની તાકાત તેના નાગરિકોને કેટલા દેશોમાં સરળતાથી વિઝા મુક્ત પ્રવેશ મળે છે, તેમજ વિદેશીઓને ત્યાં રહેવા માટે કેવી સવલતો આપવામાં આવે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે.
વિશ્વભરમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોમાં યુરોપના દેશોનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આ યાદીમાં સ્વીડન પ્રથમ ક્રમે છે, જ્યારે ત્યારપછી અનુક્રમે સ્વિટ્ઝરલેન્ડ બીજા, ફિનલેન્ડ ત્રીજા, જર્મની ચોથા અને નેધરલેન્ડ પાંચમા સ્થાને છે. બ્રિટન અને સિંગાપોર પણ ટોચના 10 મજબૂત પાસપોર્ટ ધરાવતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી શક્યા છે. જોકે, વૈશ્વિક મહાસત્તા ગણાતા અમેરિકાને ટોચના 10 દેશોમાં સ્થાન મળ્યું નથી અને તે ફ્રાન્સ સાથે સંયુક્ત રીતે 11મા ક્રમે છે, જ્યારે કેનેડા 13મા સ્થાને છે.
ભારતના પાડોશી દેશોની સ્થિતિ પર નજર કરીએ તો તેમનો પાસપોર્ટ ભારત કરતા પણ પાછળ છે. આ સૂચકાંકમાં બાંગ્લાદેશ 166મા, નેપાળ 164મા અને પાકિસ્તાન 188મા ક્રમે છે. જોકે, એશિયાની મોટી આર્થિક સત્તા ગણાતું ચીન 104મો ક્રમ મેળવીને પાસપોર્ટની મજબૂતાઈના મામલે ભારત કરતા ઘણું આગળ નીકળી ગયું છે.
Related Articles
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, A...
Oct 21, 2026
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્...
Oct 21, 2026
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની ઝાટકણી કાઢી, શિંદે-ભાજપ-મોદી-શાહ પર આકરા પ્રહારો
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ...
Oct 21, 2026
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026