વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર
July 05, 2026
દિલ્હી : દિલ્હીમાં ચોમાસાના પહેલા ભારે વરસાદે લોકોને અસહ્ય ગરમીથી રાહત તો આપી, પરંતુ જળબંબાકાર અને ભારે ટ્રાફિક જામના કારણે લોકો પરેશાન થયા હતા. કુલ 15 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી હતી, જેમાં 5 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હતી. હવામાન વિભાગે આગામી સમયમાં પણ સતત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેનાથી પાણી ભરાવાની સમસ્યા વધી શકે છે. દિલ્હીમાં ચોમાસાના પહેલા વરસાદે લોકોને અસહ્ય ગરમીથી રાહત અપાવી છે, પરંતુ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અને લાંબો ટ્રાફિક જામ થવાથી લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. દિલ્હીમાં વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કુલ 15 ફ્લાઇટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. જેમાં 5 આંતરરાષ્ટ્રીય અને 10 સ્થાનિક (ડોમેસ્ટિક) ફ્લાઇટ્સ સામેલ હતી.
વરસાદ દરમિયાન દ્વારકા એક્સપ્રેસવેના અંડરપાસમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેની અસર સમગ્ર દ્વારકા એક્સપ્રેસવે પર જોવા મળી હતી, જ્યાં કલાકો સુધી વાહનો અટવાયા હતા. આ સિવાય મિન્ટો બ્રિજ, ઓખલા ઇન્ડસ્ટ્રિયલ એરિયા, તુગલકાબાદ, પુલ પ્રહલાદપુર અને બાયો ડાયવર્સિટી પાર્ક સહિતના ઘણા વિસ્તારોમાં પણ, પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. લોકોને ઓફિસ અને અન્ય સ્થળોએ પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ખરાબ હવામાનની અસર હવાઈ સેવાઓ પર પણ પડી હતી. ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે કુલ 15 ફ્લાઇટ્સના રૂટ બદલવા પડ્યા હતા. આ ફ્લાઇટ્સને જયપુર અને લખનૌ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન સામાન્ય થયા બાદ તેમને નિર્ધારિત સ્થળ માટે રવાના કરવામાં આવશે. દિલ્હીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આ વર્ષે 2 જુલાઈના રોજ દસ્તક આપી હતી, જે સામાન્ય કરતાં લગભગ 5 દિવસ મોડું પહોંચ્યું હતું. આકાસા એરલાઇન્સે જણાવ્યું છે કે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે અમારા નેટવર્કની કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, મુસાફરોની અસુવિધા બદલ અમે ખેદ વ્યક્ત કરીએ છીએ.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026