રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
July 05, 2026
તુર્કી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર લાંબી વાતચીત કરી છે. આ વાતચીત તુર્કીમાં યોજાનારી નાટો શિખર સંમેલનના બરાબર પહેલા થઈ છે. અમેરિકાની 250મી વર્ષગાંઠના અવસરે થયેલી આ વાતચીતમાં ટ્રમ્પે, યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મદદ કરવાની વાત કરી છે, પરંતુ પુતિને આનો સીધો જવાબ આપી દીધો છે.
ક્રેમલિને જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે વ્લાદિમીર પુતિન સાથે આશરે 90 મિનિટ એટલે કે, દોઢ કલાક સુધી વાત કરી હતી. આ વાતચીતને ખૂબ જ હકારાત્મક અને વ્યવહારિક માનવામાં આવી રહી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, અમેરિકા આ સંકટનો વહેલી તકે ઉકેલ લાવવા માટે તૈયાર છે, અને તેઓ લડાઈ રોકવા માટે કામ કરી રહ્યા છે. વાતચીત દરમિયાન પુતિને ટ્રમ્પને યુદ્ધના મેદાનની સ્થિતિ જણાવતા દાવો કર્યો કે, રશિયન સેના સતત આગળ વધી રહી છે, અને નવા વિસ્તારો પર કબજો કરી રહી છે. રશિયાએ એ પણ કહ્યું કે, તે રાજદ્વારી ઉકેલ તો ઈચ્છે છે, પરંતુ પોતાની શરતો પર. આ વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેનના એ દાવાને ફગાવી દીધો હતો, જેમાં કોન્સ્ટેન્ટિનિવ્કા શહેર પર કબજાની વાત કહેવામાં આવી હતી. વ્યૂહાત્મક રીતે આ શહેર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાનું કહેવું છે કે, તેણે આ શહેરને પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે, જ્યારે યુક્રેનનો દાવો છે કે, આ શહેર હજુ પણ તેની પાસે છે. રશિયાની શરત છે કે, યુદ્ધ ખતમ કરવા માટે તેને સમગ્ર ડોનબાસ ક્ષેત્ર પર નિયંત્રણ જોઈએ, જેને યુક્રેન સતત ફગાવી રહ્યું છે. ટ્રમ્પે પુતિનને જણાવ્યું કે, તેમના દૂત સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશ્નર આ ડીલ માટે કામ ચાલુ રાખશે, અને તેઓ ફરીથી મોસ્કોની મુલાકાત પણ લઈ શકે છે. પુતિને ટ્રમ્પને મોસ્કો આવવાનું આમંત્રણ પણ યાદ અપાવ્યું હતું.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026