કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપ્યું

January 06, 2025

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થયા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અવારનવાર ભારત પર ગંભીર આક્ષેપ કરતા રહ્યા છે, ત્યારે હવે તેમણે આ આક્ષેપો અને ટીકા કરવી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતા અહેવાલો મુજબ ટ્રુડો વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાની સરકાર અને વ્યક્તિગત આલોચના વચ્ચે આ નિર્ણય લીધો છે. 

દેશને કરેલા સંબોધનમાં ટ્રુડોએ રાજીનામું આપવાનું જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમણે પોતાની પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની પસંદગી કરવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. ટ્રુડોએ કહ્યું કે, સંસદનું કામ 24 માર્ચ સુધી સ્થગીત રહેશે અને ત્યાં સુધી તેઓ કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કેનેડાના કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી સંભાળતા રહેશે.

 ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. 53 વર્ષના ટ્રુડોએ સોમવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘પાર્ટી દ્વારા નવા નેતાની પસંદગી કરવામાં આવ્યા બાદ હું પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરું છું.’