ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા...', પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો

January 30, 2026

દિલ્હી - દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્યાનમાં રાખીને લોકો કહે છે કે તેમણે આ તોડી નાખ્યું, તે તોડી નાખ્યું, બધા હિન્દુસ્તાની જ હતા. ભાજપે હામીદ અંસારીના નિવેદન પર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, શરજીલ ઈમામ અને ઉમર ખાલીદને યુવા નેતા કહેવાય વાળા હામીદ અંસારીએ હવે સોમનાથ મંદિર તોડનારા ગઝનીના વખાણ કર્યા છે.
ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીના મધ્યકાળના શાસકો મહમૂદ ગઝ્નવી/ગઝની અને લોદી વંશ અંગે આપેલા નિવેદન પર કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઈતિહાસને નવા રંગ રૂપમાં રજૂ કરી રહ્યું છે. હિન્દુ ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાને ઓછા દેખાડવાની કોશિશ કરી રહ્યું છે. ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કહ્યું કે, અંસારીની ટિપ્પણી કોઈ અલગ ઘટના નથી, પણ એ પેટર્નનો હિસ્સો છે જેમાં કોંગ્રેસથી જોડાયેલા લોકો વારંવાર ભારતના મધ્યકાળના ઈતિહાસને સાફ સુથરો દેખાડવાનો પ્રયાસ કરે છે. 'શરજીલ ઈમામ અને ઉમર ખાલિદને યુવા નેતાઓ ગણાવ્યા પછી, હવે કોંગ્રેસ ઇકોસિસ્ટમ અને હામિદ અંસારી મહમૂદ ગઝનવી જેવા શાસકનું મહિમા મંડન  કરી રહ્યા છે, જેમણે સોમનાથ મંદિરને નષ્ટ અને અપવિત્ર કર્યું.'
ભાજપે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ રાજનૈતિક એજન્ડા માટે વારંવાર મધ્યકાળના ઈતિહાસને પોતાની રીતે વ્યાખ્યાઈત કરી રહ્યું છે, કોંગ્રેસ ઈકોસિસ્ટમ ગઝનવીનું ગુણગાન કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વનો વિરોધ કરે છે અને ઔરંગઝેબ જેવા શાસકો દ્વારા હિન્દુઓ પર કરેલા અત્યાચારોને સારી રીતે ચીતરવાની કોશિશ કરે છે. મહત્વનું છે કે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ટિપ્પણી કરી હતી કે લોદી અને ગઝનવી ભારતીય લૂંટારા હતા, તે બહારથી આવ્યા ન હતા. તેમણે વિદેશી કહેવાય રાજનૈતિક રૂપે સુવિધાજનક હોઈ શકે, પણ તે વિદેશી ન હતા'