યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો
March 13, 2026
એર ઈન્ડિયા બાદ ઈન્ડિગો એરલાઇને પ્રવાસીઓના ખિસ્સા પર બોજ વધારતા 'ફ્યુઅલ ચાર્જ' (Fuel Charge) લાગુ કરવાની જાહેરાત કરી છે. 14 માર્ચ, 2026ના રોજ રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ પર આ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વિમાનના ઈંધણ (ATF)ના ભાવમાં 85 ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે, જેના પરિણામે એરલાઇને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. નવા ફ્યુઅલ ચાર્જની જાહેરાત પ્રમાણે ભારતમાં ડોમેસ્ટિક રૂટ અને ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (ભારતીય ઉપખંડ)ના રૂટ પર મુસાફરોએ 425 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય રૂટ પર આ ચાર્જ વધુ રહેશે, જેમાં મધ્ય પૂર્વ માટે 900 રૂપિયા અને યુરોપના રૂટ પર સૌથી વધુ 2,300 રૂપિયા સુધીનો ફ્યુઅલ ચાર્જ વસૂલવામાં આવશે. એરલાઇને જણાવ્યું છે કે, 'ઓપરેટિંગ ખર્ચમાં થયેલા અચાનક વધારાને કારણે આ પગલું લેવું અનિવાર્ય બન્યું છે'. આ નવો ચાર્જ 14 માર્ચની (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) મધરાતની લાગુ થશે. જેની સીધી અસર હવાઈ ટિકિટ પર પડશે.
- ઈન્ડિગોએ જાહેર કરેલો નવો ફ્યુઅલ ચાર્જ
-ભારતમાં સ્થાનિક ઉડાન(ડોમેસ્ટિક): 425 રૂપિયા
-ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ: 425 રૂપિયા
-મધ્ય પૂર્વ: 900 રૂપિયા
-દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન: 1,800 રૂપિયા
-આફ્રિકા અને પશ્ચિમ એશિયા: 1,800 રૂપિયા
-યુરોપ: 2,300 રૂપિયા
Related Articles
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026