ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં પ્રથમ કેસ મળ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત
January 06, 2025
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાઈરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. જોકે આ વાઈરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર બેંગ્લુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં આ વાઈરસ ડિટેક્ટ થયો છે.
સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે 'અમે અમારી લેબમાં તેનો ટેસ્ટ નથી કર્યો. એક ખાનગી હોસ્પિટલમાં આ વાઈરસના કેસની પુષ્ટી થઈ છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ શંકા કરવાનું કોઈ કારણ દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે HMPV સામાન્ય રીતે બાળકોમાં ડિટેક્ટ થાય છે. તમામ ફ્લૂ સેમ્પલમાંથી 0.7% HMPVના હોય છે. આ વાઈરસનો સ્ટ્રેઈન શું છે તે હજુ જાણી શકાયું નથી.'
આ વાઈરસને હ્યુમન મેટાપ્યુમો વાઈરસ અથવા HMPV વાઈરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોયછે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતી નાક અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઈરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.Related Articles
તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા, 53 લોકોના મોત: ભારતમાં પણ થઈ અસર
તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આં...
BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી, ચીન-પાકિસ્તાનને લાગશે મરચાં
BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી,...
Jan 07, 2025
અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં
અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રત...
Jan 07, 2025
ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી ઉડાડી, કેનેડાને ફરી અમેરિકાનું રાજ્ય બનવા ઑફર
ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી...
Jan 07, 2025
તિબેટમાં ભૂકંપથી ભારે તબાહી, 32 લોકોના મોત, 38થી વધુ ઇજાગ્રસ્ત
તિબેટમાં ભૂકંપથી ભારે તબાહી, 32 લોકોના મ...
Jan 07, 2025
દક્ષિણ ઈરાનમાં ભૂકંપનો ઝટકો, 5.5ની તીવ્રતા નોંધાઈ
દક્ષિણ ઈરાનમાં ભૂકંપનો ઝટકો, 5.5ની તીવ્ર...
Jan 07, 2025
Trending NEWS
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 07, 2025