ભારતીય મૂળની ટેક કંપનીઓએ 2024માં કુલ H1B વિઝાનો 1/5 હિસ્સો મેળવ્યો
January 06, 2025
અમેરિકન ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટના આંકડાના વિશ્લેષણમાંથી જાણકારી મળે છે કે ભારતીય મૂળની ટેક કંપનીઓએ અમેરિકા દ્વારા 2024માં ઈશ્યૂ કરેલાં કુલ એચ1બી વિઝાનો પાંચમો હિસ્સો હાંસલ કર્યો હતો. તેમાં ઇન્ફોસીસ અને ટાટા કન્સલ્ટન્સક્સર્વિસિસ સૌથી આગળ છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસના આંકડા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન વિભિન્ન અરજદારોને ઈશ્યૂ કરવામાં આવેલા કુલ 1.3 લાખ H1B વિઝામાંથી લગભગ 24766 વિઝા ભારતીય મૂળની કંપનીઓને ઈશ્યૂ કરવામાં આવ્યા હતાં.
તેમાંથી 8140 લાભાર્થીઓ સાથે ઇન્ફોસીસ બધાની આગળ હતું. તેના પછી ટીસીએસના 5274 તથા એચસીએલ અમેરિકાના 2953 કર્મચારીઓને H1B વિઝા પ્રાપ્ત થયાં હતાં. વિશ્વસ્તરની વાત કરીએ તો ઇન્ફોસીસ બીજા સ્થાન પર રહી હતી તેનાથી આગળ ફક્ત AMAZONE.COM Services llc રહી હતી જે 9265 વિઝા સાથે ટોચ પર રહી હતી.
કોગ્નિઝન્ટ કે જેની સ્થાપના ચેન્નાઇમાં થઇ હતી પણ હવે તેનું વડુંમથક ન્યુયોર્કમાં છે તે 6321 વિઝા સાથે ત્રીજા સ્થાન પર રહી હતી. એચ1બી વિઝા કાર્યક્રમ અમેરિકન કંપનીઓને ખાસ વ્યવસાયોમાં અસ્થાયી રુપથી વિદેશી શ્રામિકોની નિયુક્તિ કરવાની અનુમતિ આપે છે. નોંધનીય છે કે ભારતીય કંપનીઓ આ કાર્યક્રમની મહત્વપૂર્ણ લાભાર્થી રહી છે.
ખાસ કરીને ટેકનોલોજીના ક્ષેત્રમાં. ચાલી રહેલાં ઘટનાક્રમો નિયમનકારી પરિવર્તનોનો સંકેત આપે છે. H1B વિઝાનું ભવિષ્ય સંભવતઃ વ્યાપક ઈમિગ્રેશન પોલિસી સુધારાની સાથે કુશળ શ્રામ માટે અમેરિકન વ્યવસાયોની જરૂરિયાતને સંતુલિત કરવા પર નિર્ભર રહેશે.
Related Articles
તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આંચકા, 53 લોકોના મોત: ભારતમાં પણ થઈ અસર
તિબેટમાં બે જ કલાકમાં સાત વખત ભૂકંપના આં...
BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી, ચીન-પાકિસ્તાનને લાગશે મરચાં
BRICSમાં ભારતના મિત્ર રાષ્ટ્રની એન્ટ્રી,...
Jan 07, 2025
અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં
અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રત...
Jan 07, 2025
ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી ઉડાડી, કેનેડાને ફરી અમેરિકાનું રાજ્ય બનવા ઑફર
ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી...
Jan 07, 2025
તિબેટમાં ભૂકંપથી ભારે તબાહી, 32 લોકોના મોત, 38થી વધુ ઇજાગ્રસ્ત
તિબેટમાં ભૂકંપથી ભારે તબાહી, 32 લોકોના મ...
Jan 07, 2025
દક્ષિણ ઈરાનમાં ભૂકંપનો ઝટકો, 5.5ની તીવ્રતા નોંધાઈ
દક્ષિણ ઈરાનમાં ભૂકંપનો ઝટકો, 5.5ની તીવ્ર...
Jan 07, 2025
Trending NEWS
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 07, 2025