ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના કારણે દુનિયાભરમાં ફફડાટ, ડ્રેગને કહ્યું- આ શિયાળામાં થતી બીમારી

January 04, 2025

ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઈરસ (HMPV) ના ફેલાવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે. જેના લક્ષણ ફ્લૂ જેવા છે અને COVID-19 ની સમાન છે. તેના પર દુનિયાના અલગ-અલગ દેશ નજર રાખી રહ્યા છે. વળી, ચીને દેશમાં મોટા પ્રમાણે ફ્લૂના પ્રકોપ સંબંધિત ખબર પર વધારે ધ્યાન ન આપતાં શુક્રવારે (3 જાન્યુઆરી) એ કહ્યું કે, આ શિયાળામાં થતી શ્વાસ સંબંધિત બીમારીના મામલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઓછા ગંભીર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, વિદેશીઓ માટે ચીનની યાત્રા કરવી સુરક્ષિત છે. મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગના દેશમાં 'ઇન્ફ્લુએન્ઝા એ' અને અન્ય શ્વાસ સંબંધિત રોગના ફેલાવવાના કારણે પૂછવામાં આવેલાં એક સવાલના જવાબમાં પત્રકારોને કહ્યું, 'શિયાળામાં શ્વાસ સંબંધિત સંક્રમણ ટોચ પર હોય છે.' ચીનમાં HMPV ના ફેલાવવાથી વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે. આ લક્ષણ ફ્લૂ જેવા છે અને તે COVID-19 જેવા છે. જેના કારણે લોકોની ચિંતા વધી રહી છે. સોશિયલ મીડિયા પર ચીનના હોસ્પિટલમાં માસ્ક પહેરેલા લોકોની તસવીરો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેનાથી પાંચ વર્ષ પહેલાં કોવિડ પ્રકોપની યાદ તાજા થઈ ગઈ. કોવિડની જેમ HMPV ના પ્રકોપે પણ સંભવિત વૈશ્વિક મહામારીની ચિંતા ઊભી કરી છે.  ચીને લોકોની ચિંતાઓને દૂર કરવા માટે એક પ્રેસ નિવેદન રજૂ કર્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ કહ્યું કે, શિયાળામાં શ્વસન સંક્રમણનો પ્રકોપ સામાન્ય છે. આ સાથે જ ચીનમાં યાત્રા કરવી સુરક્ષિત છે.