ફાકડું અંગ્રેજી બોલવામાં દિલ્હી ટોપ પર, રાજસ્થાન-યુપીની પણ ટોપ-10માં એન્ટ્રી
January 06, 2025
'વૈશ્વિક અંગ્રેજી પ્રાવીણ્ય અહેવાલ'માં ભારતના ટોપ 10 રાજ્યો
દિલ્હી : વિશ્વભરમાં ફાકડું અંગ્રેજી બોલનારા અનેક દેશના ડેટાને લગતો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પીયર્સન દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલમાં અંગ્રેજી બોલવામાં અવલ્લ ભારતના ટોપ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં ફાકડું અંગ્રેજી બોલવામાં દિલ્હી પ્રથમ સ્થાને છે, જ્યારે રાજસ્થાન બીજા સ્થાને છે. રિપોર્ટમાં આ સાથે દેશના લેખન અને કૌશલ્યના કેટલાક ચોંકાવનારા આંકડા પણ સામે આવ્યા છે.
પીયર્સન દ્વારા આજે સોમવારે 'વૈશ્વિક અંગ્રેજી પ્રાવીણ્ય અહેવાલ' જાહેર કર્યો છે. જેમાં ભારત, ફિલીપીન, જાપાન, ઇજિપ્ત, કોલંબિયા અને યુરોપમાં અંગ્રેજી કાર્યક્ષમતાના વલણનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. પીયર્સનના રિપોર્ટમાં વર્તમાન કૌશલ્ય સ્તરો અને ઉભરતા વલણોનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરનારા વિશ્વભરમાં આયોજિત લગભગ 7.50 લાખ વર્સન્ટ પરીક્ષણોના ડેટા એકત્રિત કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. 'વર્સન્ટ' એ અંગ્રેજી ભાષાનું મૂલ્યાંકન ઉપકરણ છે, જે ઉમેદવારોની અંગ્રેજી ભાષાની પ્રાવીણ્યનું સચોટ અને અસરકારક રીતે મૂલ્યાંકન કરે છે અને વ્યવસાયોને તેમની જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ પ્રતિભાને નિયુક્ત કરવામાં મદદ કરે છે.
Related Articles
દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદ...
બિઝનેસમાં છેતરપિંડી, બીમાર પુત્રીની સારવાર માટે પૈસા નહીં: બે બાળકોને ઝેર આપી પતિ-પત્નીનો આપઘાત
બિઝનેસમાં છેતરપિંડી, બીમાર પુત્રીની સારવ...
Jan 07, 2025
પ્રશાંત કિશોરની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ: વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા હતા આંદોલન
પ્રશાંત કિશોરની તબિયત લથડી, હૉસ્પિટલમાં...
Jan 07, 2025
જેલથી બહાર આવશે આસારામ: સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, આ શરતોનું કરવું પડશે પાલન
જેલથી બહાર આવશે આસારામ: સુપ્રીમ કોર્ટે આ...
Jan 07, 2025
એ સમય દૂર નથી કે જ્યારે દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડશે:PM
એ સમય દૂર નથી કે જ્યારે દેશમાં પહેલી બુલ...
Jan 07, 2025
નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર, સિક્કિમ, બંગાળમાં આંચકા અનુભવાયા
નેપાળમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, બિહાર, સ...
Jan 07, 2025
Trending NEWS
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 07, 2025